________________
શતક-૨૪: ઉદ્દેશક-ર૩.
૧૫૭]
गोयमा !जहा असंखेज्जवासाउय-सण्णिपंचिंदियस्स जोइसिएसुचेव उववज्जमाणस्स सत्तगमगा तहेव मणुस्साण वि,णवर- ओगाहणाविसेसो। पढमेसुतिसुगमए सुओगाहणाजहण्णेणंसाइरेगाइणव धणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई। मज्झिमगमए जहण्णेणं साइरेगाइणव धणुसयाई, उक्कोसेणं वि साइरेगाइणव धणुसयाई। पच्छिमेसु तिसुगमएसुजहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । सेसंतहेव णिरवसेस जावसवेहो त्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન સાત ગમક જાણવા પરંતુ અવગાહનામાં વિશેષતા છે. પ્રથમના ત્રણ ગમકમાં અવગાહના જઘન્ય સાધિક ૯૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. મધ્યમ ત્રણ ગમકમાંથી એક ગમકમાં (બે નથી) જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૯૦૦ ધનુષની છે, અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. શેષ કાય સંવેદ(કાલાદેશ) સુધીનું કથન તિર્યંચ યુગલિકોની સમાન છે. |१२ जइणं भते ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, पुच्छा? गोयमा ! संखेज्जवासाउयाणजहेव असरकमारेसउववज्जमाणाणतहेवणव गमगा भाणियव्वा, णवरं-जोइसियठिइंसंवेहंच जाणेज्जा,सेसंतंचेव णिरवसेसं। ॥ सेवं भंते !सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોની સમાન નવ ગમક જાણવા જોઈએ. અહીં જ્યોતિષીદેવોની સ્થિતિ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા જોઈએ. શેષ સર્વ કથન અસુરકુમાર ઉદ્દેશકની જેમ જાણવું. શેષ પૂર્વવતુ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં બે પ્રકારના મનુષ્યોની જ્યોતિષી દેવોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે–
તેમાં યુગલિક મનુષ્યનું સંપૂર્ણ કથન યુગલિક તિર્યંચની સમાન છે. માત્ર યુગલિક મનુષ્યની અવગાહનામાં ભિન્નતા છે. અવગાહના :- યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ સ્થિતિ સાથે છે. પ્રથમ ત્રણ ઔધિક ગમકમાં જઘન્ય અવગાહના સાધિક ૯૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. મધ્યમ ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૯૦૦ ધનુષની હોય છે અને ત્રણ ઉત્કૃષ્ટ ગમકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ હોવાથી અવગાહના જઘન્ય ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
- ત્રીજા રામકથી જનારા યુગલિક મનુષ્ય જ્યોતિષીદેવોની એક પલ્યોપમ અને એક લાખ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. તેથી તે ગમકમાં તેની જઘન્ય સ્થિતિ અને અનુબંધ એક પલ્યોપમ અને એક લાખ વર્ષના છે, તે કારણથી જઘન્ય અવગાહના પણ સાધિક એક ગાઉ હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની હોય છે. આ રીતે ત્રીજા રામકની આ વિશેષતા