________________
શતક-૨૪: ઉદ્દેશક-ર૩.
| | ૧૫૫]
શેષ પૂર્વવતુ. કાલાદેશ– જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના બે આઠમા ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. જઘન્ય કાલની સ્થિતિવાળાને માટે આ એક જ ગમક છે. // ગમક-૪ / | ८ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ,सा चेव ओहिया वत्तव्वया, णवरंठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेण वि तिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि, सेसंतंचेव । एवं पच्छिमा तिण्णि गमगाणेयव्वा, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा।
સત્તામIII ભાવાર્થ :- અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય તો તેનું કથન તો ઔધિક ગમકની સમાન છે. પરંતુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, શેષ પૂર્વવત્ જાણવું. આ જ રીતે અંતિમ ત્રણ ચમક જાણવા જોઈએ. તેના સ્થિતિ અને સંવેધ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે કુલ સાત ગમક જ થાય છે. ગમક-છા | ९ जइ संखेज्जवासाउयसण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति, पुच्छा? गोयमा!संखेज्जवासाउयाणं जहेव असुरकुमारेसुउववज्जमाणाणं तहेव णव विगमा भाणियव्वा, णवरं- जोइसिय ठिई संवेहंचजाणेज्जा, सेसंतहेव णिरवसेसंभाणियव्वं। ભાવાર્થ - પ્રશ્ન– તે જ્યોતિષી દેવ, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની સમાન નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ જ્યોતિષી યોગ્ય ઉપયોગપૂર્વક જાણવા. શેષ સંપૂર્ણ કથન અસુરકુમારવત્ છે. // ૧થી ૯ / વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચો અને યુગલિક તિર્યંચોની જ્યોતિષીમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
યુગલિક તિર્યંચોની ઋદ્ધિનું કથન અસુરકુમાર ઉદ્દેશક અનુસાર છે. તેમાં અવગાહના અને સ્થિતિમાં ભિન્નતા છે. અવગાહના - યુગલિક તિર્યંચની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ દગાઉની છે. પરંતુ જ્યારે તે જઘન્ય ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૮૦૦ ધનુષની હોય છે. જઘન્ય ગમકમાં તેનાથી અધિક અવગાહના હોતી નથી. જ્યોતિષમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યચોમાં જઘન્ય અનેક ધનુષની અવગાહના લઘુકાય સ્થલચર યુગલિક તેમજ ખેચર યુગલિકની અપેક્ષાએ છે. ઉત્કૃષ્ટ સાધિક ૧૮૦૦ ધનુષની અવગાહના વિશાલકાય હાથી આદિની અપેક્ષાએ છે. આ પ્રકારની હાથી આદિ સ્થલચરોની અવગાહના અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ વિભાગમાં થાય છે અને ખેચર યુગલિકની અનેક ધનુષની અવગાહના સર્વ યુગલિક કાલ અને સર્વ યુગલિક ક્ષેત્રમાં હોય છે. સ્થિતિ- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થવાના કારણે તેની સ્થિતિ જઘન્ય એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની હોય છે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. કિાય સર્વેધ– ભવાદેશ– જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે