________________
[ ૧૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
પલ્યોપમની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. શેષ અસુરકુમાર ઉદ્દેશક અનુસાર જાણવું, સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને આ જ રીતે અનુબંધ પણ છે. શેષ પૂર્વવત્ છે. કાલાદેશથી જઘન્ય પલ્યોપમના બે આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક–૧ //. | ४ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अट्ठभागपलिओवमट्ठिईएसु, उक्कोसेण विअटुभागपलिओवमट्टिईएसु। एसच्ववत्तव्बया,णवस्-कालादेसेणजाणेज्जा। ભાવાર્થ-તે અસંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ પ્રથમ ગમકવતું વક્તવ્યતા છે. કાલાદેશ તેનાથી ભિન્ન ઉપયોગપૂર્વક જાણવો. // ગમક-૨ // | ५ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं-ठिई जहण्णेणं पलिओवमं वाससयसहस्समब्भहियं, उक्कोसेणं तिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं दो पलिओवमाइंदोहिं वाससयसहस्सेहिं अब्भहियाई, उक्कोसेणं चत्तारि पलिओवमाइंवाससयसहस्समब्भहियाई । ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો પણ તે જ વક્તવ્યતા કહેવી સ્થિતિ અને અનુબંધ જઘન્ય એક લાખ વર્ષ અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. કાલાદેશ જઘન્ય બે લાખ વર્ષ અધિક બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ છે. ગમક-૩ //.
६ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, जहण्णेणं अट्ठभागपलिओवम ट्ठिईएसु, उक्कोसेण वि अट्ठभागपलिओवमट्टिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિવાળા જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. |७ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ?
गोयमा ! एस चेव वत्तव्वया, णवरं- ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं साइरेगाइ अट्ठारसधणुसयाई । ठिई जहण्णेणं अट्ठभागपलिओवम, उक्कोसेण वि अट्ठभाग-पलिओवमं । एवं अणुबंधोवि, सेसं तहेव । कालादेसेणं जहण्णेणं दो अट्ठभागपलि- ओवमाई, उक्कोसेण विदो अट्ठभागपलिओवमाई, जावए वइयं कालंगइरागइंकरेज्जा । जहण्णकालट्ठिईयस्स एस चेव एक्को गमो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? - ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. અવગાહના જઘન્ય- અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૮00 ધનુષ, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો આઠમો ભાગ છે.