________________
૧૫ર
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-ર૩ ROR ORળ સંક્ષિપ્ત સાર છRROR
આ ઉદ્દેશકમાં જ્યોતિષી દેવોમાં જીવોની ઉત્પત્તિ સંબંધી નિરૂપણ છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્યો તથા સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યો તે ચાર પ્રકારના જીવો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. જઘન્ય પલ્યોપમના આઠમા ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિકો જ્યોતિષીદેવમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે અને જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. યુગલિકો જ્યોતિષીમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્યના ત્રણ ગમકમાંથી ચોથા ગમથી જાય છે, પાંચમા, છઠ્ઠા બે ગમકથી જતા નથી. કારણ કે યુગલિકો જ્યારે જઘન્ય ગમકથી જાય ત્યારે તેની સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની હોય છે અને જ્યોતિષીદેવમાં પણ જઘન્ય-ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમા ભાગની એક જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ રીતે ચોથા-પાંચમા કે છઠ્ઠા તે ત્રણે ગમકનો સમાવેશ ચોથા ગમકમાં થઈ જાય છે. તેથી શાસ્ત્રપાઠમાં એક(ચોથા) ગમકની જ ગણના થાય છે, થોકડામાં તેની ગણના પાંચમા ગમક રૂપે કરી છે. યુગલિકોની અવગાહના તેની સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન ગમકમાં ભિન્ન-ભિન્ન હોય છે. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચો અને જઘન્ય અનેક માસ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા સંજ્ઞી મનુષ્યો જ્યોતિષી દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે, નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેની શેષ ઋદ્ધિ અને નાણત્તા અસુરકુમાર ઉદ્દેશકની જેમ થાય છે. કાલાદેશ જ્યોતિષીની સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે.