________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૨
[ ૧૫૧]
વાણવ્યંતર દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અવગાહના અને સ્થિતિમાં ભિન્નતા હોય છે. ત્રીજો ગમક: ઔધિક ઉત્કૃષ્ટ - જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક મનુષ્ય ત્રીજા ગમકથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય છે. યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ તેની સ્થિતિ સાથે હોવાથી, જ્યારે તે ત્રીજા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. આ જ રીતે જ્યારે યુગલિક મનુષ્યો ચોથા, પાંચમા અને છઠ્ઠા તે ત્રણ જઘન્ય ગમકથી વ્યંતરમાં જાય ત્યારે તેની અવગાહના ૫૦૦ ધનુષ્ય ઝાઝેરી હોય છે અને સાતમા, આઠમા, નવમા તે ત્રણ ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના ત્રણ ગાઉની હોય છે.
સંજ્ઞી મનુષ્યો વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તેની ઋદ્ધિનું કથન નાગકુમારોની જેમ છે પરંતુ સ્થિતિ અને કાલાદેશનું કથન સ્થિતિ પ્રમાણે છે. નાણતા :- યુગલિક મનુષ્યોમાં નાણત્તા–દ હોય છે. તેમાં જઘન્ય ગમકમાં ૩ નાણત્તા હોય છે– (૧) અવગાહના- સાધિક ૫૦૦ ધનુષ, (૨) આયુષ્ય- સાધિક ક્રોડપૂર્વ, (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં ૩ નાણત્તા હોય છે– (૧) અવગાહના-૩ ગાઉ, (૨) આયુષ્ય- ત્રણ પલ્યોપમ, (૩) અનુબંધ- આયુષ્ય પ્રમાણે.
સંજ્ઞી મનુષ્યોમાં નાણત્તા-૮ હોય છે. જઘન્ય ગમકમાં-૫ નાણતા હોય છે– (૧) અવગાહના અનેક અંગુલ (૨) જ્ઞાનાજ્ઞાન- ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન (૩) સમુઘાત૫ (૪) આયુષ્ય- અનેક માસ (૫) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૩નાણત્તા (૧) અવગાહના-૫૦૦ ધનુષ, (૨) આયુષ્યક્રોડપૂર્વ, (૩) અનુબંધ-આયુષ્ય પ્રમાણે. વાણવ્યતર દેવોમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણતા :ઉત્પન્ન થતા જીવો | ભવ સંખ્યા
ગરમા
નાણતા | | જશે. | ઉ. | વિવરણ | કુલ | વિવરણ | કુલ અસંજ્ઞી તિર્યંચ | ૨
૯ ગમ્માથી ૧૪૯= | યુગલિક તિર્યંચ અને
૯ ગમ્માથી ર૪૯= ૧૮ પ+ = યુગલિક મનુષ્ય સંજ્ઞી તિર્યંચમનુષ્ય ૨
૯ ગમ્માથી ૨૪૯ ૧૮ ૧૦+૮= ૪૫ ગમા
૯૪
૧૮
શતક-ર૪/રર સંપૂર્ણ