________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૨
[ ૧૪૭ |
શતક-ર૪: ઉદ્દેશક-રર
વાણવ્યંતર
વાણવ્યંતર દેવમાં જીવોની ઉત્પત્તિ :| १ वाणमंतराणं भंते!कओहिंतो उववज्जति ? किंणेरइएहितो उववज्जति, पुच्छा? गोयमा ! जहेव णागकुमारउद्देसए असण्णी तहेव णिरवसेसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નૈરયિકો, તિર્યંચો મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! નાગકુમાર દેવોના ઉદ્દેશક અનુસાર અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તેનું સંપૂર્ણ કથન કરવું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ સંબંધી કથન છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંખ્યાત અને અસંખ્યાતવર્ષાયુષ્ક સંશી તિર્યંચ તથા સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય આ પાંચ સ્થાનના જીવો મરીને વાણવ્યતર જાતિના દેવ થઈ શકે છે. અન્ય જીવો મરીને દેવગતિમાં ઉત્પન્ન થતા નથી. અહીં સંક્ષિપ્ત પાઠથી અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની વાણવ્યંતરમાં ઉત્પત્તિ સંબંધી વક્તવ્યતા નાગકુમારની સમાન કહી છે. તેની સ્થિતિ આદિ આ પ્રમાણે છે
અસંજ્ઞી તિર્યંચ મરીને વાણવ્યંતરદેવોમાં ઉત્પન્ન થાય ત્યાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ ૨ ભવ કરે છે. દેવો મરીને અસંજ્ઞીપણે જન્મ ધારણ કરતા નથી તેથી તેના બે ભવ જ થાય છે. તેની ઋદ્ધિનું કથન નૈરયિક ઉદ્દેશક અનુસાર જાણવું. નાણતા :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય વ્યંતરદેવમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા પાંચ થાય છે. જઘન્ય ગમકમાં– ૩- (૧) આયુષ્ય- અંતર્મુહૂર્ત, (૨) અધ્યવસાય- પ્રશસ્ત, (૩) અનુબંધ- આયુ પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં–૨: (૧) આયુ–ક્રોડપૂર્વ (૨) અનુબંધ- આયુ પ્રમાણે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની વાણવ્યંતરમાં ઉત્પત્તિ - | २ जइ णं भंते ! सण्णिपंचिंदिय, पुच्छा? गोयमा ! दोण्णि वि उववति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો વાણવ્યંતર દેવો, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક કે અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્ક અને અસંખ્યાત વર્ષાયુષ્ક બંને પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | ३ असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए वाणमंतरेसु