________________
[ ૧૪૬]
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-રર RRORળ સંક્ષિપ્ત સાર છROCROR
આ ઉદ્દેશકમાં વાણવ્યંતર દેવોમાં જીવોની ઉત્પત્તિ સંબંધી પ્રતિપાદન છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, યુગલિક તિર્યચ, સંજ્ઞી મનુષ્ય અને યુગલિક મનુષ્ય આ પાંચ પ્રકારના જીવો મરીને વાણવ્યંતરદેવમાં ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો ૯ ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ૯ગમકથી જઘન્ય, ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પામે છે, નવ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે.