________________
[ ૧૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૫ १६ सव्वट्ठसिद्धगदेवेणं भंते !जे भविए मणुस्सेसुउववज्जित्तए, पुच्छा? गोयमा !सा च्व विजयादिदेववत्तव्वया भाणियवा। णवर-हिई अजहण्णमणुक्कोसेणतेतीसंसागरोवमाई। एवं अणुबंधो वि। सेसंतंचेव। भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं तेत्तीस सागरोवमाईवासपृहत्तमब्भहियाई, उक्कोसेणंतेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, जावएवइय कालगइरागडुकरेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધ અનુત્તરીપપાતિક દેવો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! વિજયાદિ વિમાન અનુસાર જાણવું. તેની સ્થિતિ અજઘન્યાનુત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે. અનુબંધ પણ તે જ પ્રકારે છે. ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય ૩૩ સાગરોપમ અને અનેક વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૧//. |१७ सोचेवजहण्णकालट्ठिईएसुववण्णोएसचेववत्तव्बया,णवर-कालादेसेणंजहण्णेणं तेत्तीसंसागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेणं वितेत्तीसंसागरोवमाइंवासपहुक्त मब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा ॥ ભાવાર્થ:- તે સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તેના વિષયમાં પણ આ જ વક્તવ્યતા કહેવી જોઈએ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમાં અને અનેક વર્ષ અધિક; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–રા १८ सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया,णवरं-कालादेसेणं जहण्णेणंतेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, उक्कोसेण वितेत्तीसंसागरोवमाई पुचकोडीए अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेजा। एएचेव तिण्णि गमगा,सेसाण મતિ સેવં ભજે સેવ ભક્ત ! ભાવાર્થ:- તે સર્વાર્થસિદ્ધ અનુત્તરૌપપાતિક દેવો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ આ જ વક્તવ્યતા છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૩ / અહીં આ ત્રણ ગમક જ કહેવા જોઈએ. શેષ છ ગમક કહેવા ન જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસુરકુમાર દેવોથી અનુત્તર વિમાનવાસી દેવો સુધીના દેવોની મનુષ્યમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. ઉપપાત :- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના સર્વ દેવો મનુષ્ય ગતિને પ્રાપ્ત કરી શકે છે. ભવનપતિથી ઈશાન દેવલોક પર્વતના દેવો, મનુષ્ય ભવમાં જઘન્ય અનેક માસની સ્થિતિ અને સનકુમારથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવો મનુષ્યમાં જઘન્ય અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સર્વ દેવો ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિને પ્રાપ્ત કરે છે. દેવો મરીને ક્રોડપૂર્વથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી અર્થાત્ યુગલિકપણે ઉત્પન્ન થઈ શકતા નથી.