________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
૧૪૩
પરિમાણ:- મનુષ્યોમાં ઉત્પન્ન થનારા દેવો સંખ્યાતા જ હોય છે કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે દેવો મરીને મૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. અવગાહના -ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા બીજાદેવલોકનાદેવીની સાત હાથની, ત્રીજા-ચોથા દેવલોકમાં છ હાથની, પાંચમા-છઠ્ઠા દેવલોકમાં પાંચ હાથની, સાતમા-આઠમા દેવલોકમાં ચાર હાથની, નવમાથી બારમા દેવલોકમાં ત્રણ હાથની, નવ રૈવેયકમાં બે હાથની, ચાર અનુત્તર વિમાનમાં એક હાથની અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં પણ એક હાથની હોય છે. પરંપરાથી સર્વાર્થસિદ્ધ દેવોની અવગાહના દેશોન એક હાથની(મૂઢા હાથની) કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં અને પ્રજ્ઞાપના સૂત્રના ૨૧મા પદમાં તેવું સ્પષ્ટીકરણ નથી. આ બંને સ્થાને ચાર અનુત્તર વિમાનની જેમ સર્વાર્થસિદ્ધ વિમાનની પણ એક હાથની અવગાહનાનું જ કથન છે. દષ્ટિ:- ભવનપતિથી રૈવેયક પર્વતના દેવોને ત્રણ દષ્ટિ છે. પાંચ અનુત્તર વિમાનમાં એક સમ્યગદષ્ટિ છે. સમુઠ્ઠાત -૧૨ દેવલોક પર્યત પાંચ સમુદ્યાત છે. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોમાં સામર્થ્યની અપેક્ષાએ પ્રથમ પાંચ સમુઘાત હોય છે પરંતુ તે દેવો વૈક્રિય કે તૈજસ સમુદુઘાતનો પ્રયોગ કદાપિ કરતા નથી. કારણ કે તેને તેનું પ્રયોજન નથી. તેથી પ્રવૃત્તિની અપેક્ષાએ તે દેવોમાં ત્રણ સમુદ્યાત હોય છે. કાય સંધઃ- ભવાદેશથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા સૌધર્મદેવલોકથી આઠમા સહસાર દેવલોક પર્વતના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ, નવમા આણત દેવલોકથી નવ રૈવેયેક પર્યંતના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ, ચાર અનુત્તર વિમાનના દેવો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ ચાર ભવ અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષગતિને પામે છે. કાલાદેશ પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. (ડ) સર્વાર્થસિદ્ધ દેવોની અજઘન્યોત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તેથી તેના મધ્યમ ત્રણ જઘન્ય ગમક કે અંતિમ ત્રણ ઉત્કૃષ્ટ ગમક થતા નથી. માત્ર પ્રથમ ત્રણ ગમન સંભવે છે. ભવનપતિ દેવોનો મનુષ્યો સાથે કાલાદેશ - નવ ગમ્મા જઘન્ય(બે ભવ).
ઉત્કૃષ્ટ(આઠ ભવ). (૧) ઔ ઔ ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ
સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ
સાધિક ૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૩) ઔ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘન ઔર ૧૦,000 વર્ષ અને અનેક માસ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪૦,000 વર્ષ અને ૪ અનેક માસ (૬) જઘ૦ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ૦ સાધિક ૧ સાગરોપમ અને અનેક માસ સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉ૦ જઘ૦ સાધિક ૧ સાગરોપમ અને અનેક માસ સાધિક ૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૯) ઉ૦ ઉ૦ સાધિક ૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ | સાધિક ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ ભવનપતિની સ્થિતિ-જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. | સંસી મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.