________________
[ ૧૩s |
શ્રી ભગવતી સૂત્ર-૫
અસલી તિર્યંચ પંચેન્દ્રિય -તે જીવો મરીને મનુષ્યમાં જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે સંજ્ઞી મનુષ્યપણે અને યુગલિક મનુષ્યપણે તેમ બંને પ્રકારે ઉત્પન્ન થાય છે. પરિમાણ-ત્રીજા, છઠ્ઠા, નવમા ગમકથી મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે સંખ્યાતા અને શેષ ગમકથી સંખ્યાતા અથવા અસંખ્યાતા(સંમૂર્છાિમ મનુષ્યની અપેક્ષાએ) ઉત્પન્ન થાય છે.
અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. પાંચમા જઘન્ય-જઘન્ય ગમકથી જાય ત્યારે અપ્રશસ્ત અધ્યવસાય અને છઠ્ઠા જઘન્ય ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે પ્રશસ્ત અધ્યવસાય હોય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું કથન વીસમા ઉદ્દેશક વત્ જાણવું.
ભવાદેશ- ત્રીજા અને નવમા ગમકમાં બે ભવ કરે છે. ત્યારે તે યુગલિક મનુષ્ય જ થાય અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. શેષ ૧,૨,૪,૫,૬,૭,૮ ગમકમાં જઘન્ય-૨, ઉત્કૃષ્ટ૮ ભવ કરે. કાલાદેશ- જ્યારે તે જીવો આઠ ભવ કરે તેમાં અસંજ્ઞી તિર્યચપણાના ચાર ભવમાં ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની સ્થિતિ હોય છે અને મનુષ્યના ચાર ભવમાંથી ત્રણ ભવમાં પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે અને અંતિમ ચોથા ભવમાં યુગલિક રૂપે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. અસલી તિર્યંચ પંચેન્દ્રિયનો મનુષ્યો સાથે કાલાદેશ - | ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ–બે ભવ) (૧) ઔ ઔ. બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૨) ઔ જ. બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અધિક ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ અંતર્મુહૂર્ત અને પલ્યનો અસં ભાગ પૂર્વકોટિ વર્ષ અધિક પલ્યનો અસં ભાગ (૪) જઘ૦ ૦ બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ૦ ઉ૦ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ. ઔ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ અને પલ્યનો અસં ભાગ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ ઉ૦ પૂર્વકોટિ વર્ષ અને પલ્યનો અસં ભાગ | પૂર્વકોટિ વર્ષ અને પલ્યનો અસં ભાગ અસલી તિયચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. | મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમ નો અસંખ્યાતમો ભાગ. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય - તે જીવો મરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરિમાણ– ૩,૬,૯મા ગમકથી જાય ત્યારે જઘન્ય-૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાત અને શેષ ગમકથી જાય ત્યારે જઘન્ય-૧, ૨, ૩, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
અવગાહના- સંજ્ઞી તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ–૧000 યોજનની છે. સંજ્ઞી મનુષ્યની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ધનુષની છે.
જ્યારે મનુષ્ય ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. અનેક અંગુલથી ઓછી અવગાહનાવાળા મનુષ્યો યુગલિકનું આયુષ્ય બાંધતા નથી.
અધ્યવસાય- પાંચમા ગમકથી જાય ત્યારે અપ્રશસ્ત અધ્યવસાય અને છઠ્ઠા ગમકથી જાય ત્યારે