________________
શતક—૨૪: ઉદ્દેશક-૨૧
काइयाण वि। एवं जावचउरिंदियाण वि । असण्णिपंचिंदियतिरिक्खजोणिय सण्णिपंचिंदिय T तिरिक्खजोणिय-असण्णिमणुस्ससण्णिमणुस्सा य एए सव्वे वि जहा पंचिंदियतिरिक् जोणियउद्देसए तहेव भाणियव्वा, णवरं - एयाणि चेव परिमाण- अज्झवसाण-णाणत्ताणि जाणिज्जा पुढविकाइयस्स एत्थ चेव उद्देसए भणियाणि । सेसं तहेव णिरवसेसं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યો અકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- અપ્લાયિક અને વનસ્પતિકાયિક જીવોનું કથન પણ તે જ પ્રકારે (પૃથ્વીકાયની જેમ) જાણવું જોઈએ. આ રીતે ચૌરેન્દ્રિય પર્યંત જાણવું. અસંશી પંચેન્દ્રિય તિર્યંચ, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, અસંશી મનુષ્ય અને સંશી મનુષ્ય, આ સર્વના વિષયમાં, પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ સર્વના પરિમાણ અને અધ્યવસાયોની વિશેષતા, આ જ ઉદ્દેશકના સૂત્ર−૪માં કથિત પૃથ્વીકાયિક અનુસાર કહેવી. શેષ પૂર્વવત્ છે.
વિવેચનઃ
૧૩૫
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ અને મનુષ્યોની(ઔદારિકના દસ દંડકના જીવો) મનુષ્યોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે.
ત્રણ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છિમ મનુષ્યો :– તે જીવો મરીને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય તો તે સંબંધી વિશેષતાઓ આ પ્રમાણે છે– ઉપપાત— તે જીવો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેનાથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતા નથી કારણ કે તે યુગલિકપણે ઉત્પન્ન થતા નથી.
પરિમાણ– ગર્ભજ મનુષ્યો સંખ્યાતા છે અને સંમૂર્ચ્છિમ મનુષ્યો અસંખ્યાતા છે. અહીં સમુચ્ચય મનુષ્યોનું કથન છે. તેથી તેમાં સંમૂર્ચ્છિમ મનુષ્યોનો પણ સમાવેશ થઈ જાય છે. તેથી ત્રણ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિયો મરીને સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય ૧,૨,૩, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમકથી જનારા જીવો મનુષ્ય ભવની ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે જીવો અવશ્ય ગર્ભજ હોય છે અને ગર્ભજ મનુષ્યો સંખ્યાતા હોવાથી ૩,૬,૯ ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય અને શેષ છ ગમકથી ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
અધ્યવસાય– દરેક જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. પરંતુ જઘન્ય ગમકથી મનુષ્યમાં ઉત્પન્ન થનાર પ્રત્યેક જીવને અધ્યવસાય એક જ હોય છે. જો તે અસંજ્ઞી મનુષ્યમાં ઉત્પન્ન થાય તો અધ્યવસાય અપ્રશસ્ત હોય છે. જો તે સંશી મનુષ્યપણે ઉત્પન્ન થાય તો તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે. ચોથા ગમકથી જનારા જીવો બંને પ્રકારના મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. તેથી તેમાં બંને પ્રકારના અધ્યવસાય હોય છે. પાંચમા ગમકથી જનારા સર્વ જીવોના અધ્યવસાય એક માત્ર અશુભ જ હોય છે. છઠ્ઠા ગમકથી જનારા જીવોમાં અધ્યવસાય માત્ર શુભ હોય છે. સંક્ષેપમાં મનુષ્યમાં ઉત્પન્ન થતા જીવો ચોથા ગમકથી સંશી અસંશી બંને પ્રકારે, પાંચમા ગમકથી માત્ર અસંજ્ઞીપણે અને છઠ્ઠા ગમકથી માત્ર સંજ્ઞી મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે. તેની ઋદ્ધિના શેષ બોલનું સંપૂર્ણ કથન તિર્યંચ પંચેન્દ્રિયના વીસમા ઉદ્દેશક અનુસાર છે.
કાય સંવેધ—– ત્રણ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિય–૯ ગમકથી અને સંમૂર્ચ્છિમ મનુષ્યો પ્રથમ ત્રણ ગમકથી જઘન્ય–ર, ઉત્કૃષ્ટ−૮ ભવ કરે છે. તે સર્વનો કાલાદેશ તેની સ્થિતિ અનુસાર થાય છે.