________________
૧૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
આ રીતે તમ પ્રભા પૃથ્વી પર્વતના નારકોની મનુષ્યોમાં ઉત્પત્તિ સંબંધી નવ ગમકનો કાલાદેશ પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. નાણતા – તિર્યંચ ઉદ્દેશક અનુસાર એક-એક નરકના ચાર-ચાર નાણત્તા છે, તેથી નરકના ૬૪૪ ૨૪ નાણત્તા થાય છે. તિર્યંચો અને મનુષ્યોની મનુષ્યોમાં ઉત્પત્તિ :| ३ जइणं भंते !तिरिक्ख जोणिएहिंतो उववज्जति-किं एगिदियतिरिक्ख जोणिए हिंतो उववज्जति जावपंचिंदियतिरिक्खजोणिएहितो उववति? गोयमा ! एगिदिय तिरिक्खजोणिएहितोउववज्जति एवं जहापंचिंदियतिरिक्ख जोणियउद्देसए,णवर-तेउवाऊ पडिसेहेयव्वा, सेसंतंचेव जावपुढविक्काइएणं भंते !जे भविए मणुस्सेसु उववज्जित्तए सेणं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે મનુષ્યો, તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! એકેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશક અનુસાર જાણવું. પરંતુ અહીં તેઉકાય અને વાયુકાયનો નિષેધ કરવો જોઈએ. શેષ પૂર્વવત્ છે. પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો મરીને, મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवाएगसमएणं केवइया उववज्जति? गोयमा ! जहेव पचिंदियतिरिक्खजोणिएसुउववज्जमाणस्स पुढविक्काइयस्स वत्तव्वया सा चेव इह वि उववज्जमाणस्सभाणियव्वाणवसुविगमएसु,णवर-तइयछट्टणवमेसुगमएसुपरिमाणजहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे पढमगमए, अज्झवसाणा पसत्था वि अप्पसत्था वि, बिइयगमए अप्पसत्था, तइयगमए पसत्था भवति, सेसंतंचेव णिरवसेसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે પૃથ્વીકાયિક જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરપંચેન્દ્રિયતિર્યચોમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોની સમાન, અહીં મનુષ્યમાં ઉત્પન્ન થનારા પૃથ્વીકાયિકોના, નવ ગમક જાણવા જોઈએ. પરંતુ ત્રીજા, છઠ્ઠા અને નવમા ગમકમાં પરિમાણ જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. જ્યારે પૃથ્વીકાયિક સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય અર્થાત્ જઘન્ય ત્રણ ગમકથી ઉત્પન્ન થાય, ત્યારે જઘન્યના પ્રથમ ગમકમાં એટલે ચોથા ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે, જઘન્યના બીજા ગમકમાં એટલે પાંચમા ગમકમાં અપ્રશસ્ત અને જઘન્યના ત્રીજા ગમકમાં એટલે છઠ્ઠા ગમકમાં પ્રશસ્ત અધ્યવસાય હોય છે. શેષ સંપૂર્ણ કથન પૂર્વવત્ જાણવું. ५ जइणंभते!आउक्काइए, पुच्छा? गोयमा!एवंआउक्काइयाण वि। एवंवणस्सइ