________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૧
[ ૧૩૩ ]
રત્નપ્રભા પૃથ્વીની વક્તવ્યતાની સમાન શર્કરા પ્રભાની વક્તવ્યતા પણ છે. વિશેષતા એ છે કે તેની સ્થિતિ-જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની હોય છે. અવગાહના, વેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને કાયસંવેધની વિશેષતા વગેરે સર્વ કથન તિર્યંચ ઉદ્દેશક અનુસાર છે. આ રીતે યાવતુ તમ પ્રભા પૃથ્વીના નૈરયિક પર્યત જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોની મનુષ્યમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. (૧) ઉપપાત:- રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો મનુષ્યના આયુષ્યનો બંધ કરે, તો જઘન્ય અનેક માસ, બીજી શર્કરા પ્રભાથી છઠ્ઠી તમ:પ્રભાપૃથ્વી સુધીના નૈરયિકો જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ દરેક નરકના નૈરયિકો ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યનો બંધ કરે છે, તેનાથી અધિક આયુષ્ય બાંધતા નથી. કારણ કે નારકો મરીને યુગલિક થતા નથી તેમજ સંમૂર્છાિમ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થતા નથી. નારકોની ઉત્પત્તિ સંખ્યાત વર્ષના ગર્ભજ મનુષ્યોમાં જ થઈ શકે છે. મનુષ્યોમાં સ્થિતિ અનુસાર અવગાહના હોય છે તેથી અનેક માસની સ્થિતિવાળા મનુષ્યોની અનેક અંગુલ, અનેક વર્ષની સ્થિતિવાળા મનુષ્યોની અનેક હાથ અને ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોની ૫૦૦ ધનુષની અવગાહના હોય છે. (૨) પરિમાણ:- ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી તે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંખ્યાતા છે પરંતુ નારકો સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. (૩) કાય સવેધ - ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશથી તિર્યંચ ઉદ્દેશકમાં અંતર્મુહૂર્તની સ્થિતિ સાથે સંવેધ કહ્યો છે, કારણ કે નારકોમાંથી ઉત્પન્ન થયેલા તિર્યંચો અંતર્મુહૂર્તની સ્થિતિ પ્રાપ્ત કરે છે. જ્યારે મનુષ્યો જઘન્ય અનેક માસની સ્થિતિ પ્રાપ્ત કરે છે અને બીજી શર્કરા પ્રભા નરક પૃથ્વીથી છઠ્ઠી ત:પ્રભા નરકમૃથ્વી સુધીમાંથી ઉત્પન્ન થયેલા મનુષ્યો જઘન્ય અનેક વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેથી તે પ્રમાણે કાલાદેશ થાય છે. શેષ દ્વારોનું કથન તિર્યંચ પંચેન્દ્રિયના ઉદ્દેશક અનુસાર છે. પ્રથમ નરકના નૈરયિકોનો મનુષ્યો સાથે કાલાદેશઃગમક. જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔધિક-ઔધિક ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔઘિક-જઘન્ય ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ ૧0,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘન્ય-ઔધિક ૧૦,000 વર્ષ અને અનેક માસ
૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અનેક માસ ૪૦,000 વર્ષ અને ૪ અનેક માસ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક ૧ સાગરોપમ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ૧ સાગરોપમ અને અનેક માસ
૪ સાગરોપમ અને ૪ અનેક માસ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ પ્રથમ નરકની સ્થિતિ-જઘન્ય ૧0,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. | સંસી મનુષ્યમાં પ્રાપ્ત થતી સ્થિતિ જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.