________________
શતક-૨૪: ઉદ્દેશક્ર-૨૧
[ ૧૩૧]
દેવગતિમાં જ જાય છે. સંમૂર્છાિમ મનુષ્ય અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય મરીને, મનુષ્યગતિને પામી શકે છે. સંમૂર્છાિમ મનુષ્ય મરીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે યુગલિકપણે ઉત્પન્ન થઈ શકતા નથી અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે
સંમૂર્છાિમ મનુષ્ય ત્રણ ગમકથી જઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮મકથી જઘન્ય-૨ ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે અને ૩,૯ ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. ત્રીજા અને નવમા ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ, ઉત્કૃષ્ટ–૫00 ધનુષ હોય છે અને સ્થિતિ જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની હોય છે. તેનાથી અલ્પ અવગાહના કે આયુષ્યવાળા જીવો યુગલિકપણે જન્મ ધારણ કરી શકતા નથી. આ રીતે ચાર ગતિના જીવોના મનુષ્યગતિમાં થતાં ભવભ્રમણની વિશેષતાને સ્પષ્ટ કરતો આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.