________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-ર૪ઃ ઉદ્દેશક-ર૧ Romજળ સંક્ષિપ્ત સાર જજીસ
આ ઉદ્દેશકમાં મનુષ્યમાં ઉત્પન્ન થતા જીવો સંબંધી નિરૂપણ છે. ચારે ગતિના જીવો મરીને મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરી શકે છે પરંતુ સાતમી નરકના નારકી, તેઉ-વાયુ અને યુગલિક મનુષ્યો મરીને, મનુષ્ય જન્મ ધારણ કરી શકતા નથી. છનરકના નૈરયિકો અને સર્વ પ્રકારના દેવો મનુષ્યમાં માત્ર કર્મભૂમિના ગર્ભજ મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. તેથી તે જઘન્ય એક,બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. પ્રથમ નરકના નૈરયિકો અને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પ્રથમ બે દેવલોકના દેવો મનુષ્યગતિમાં જઘન્ય અનેક અંગુલ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના અને જઘન્ય અનેક માસ, ઉત્કૃષ્ટ કોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. બીજીથી છઠ્ઠી નરકના નૈરયિકો અને ત્રીજા દેવલોકથી ઉપરના સર્વ દેવો મનુષ્ય ગતિમાં જઘન્ય અનેક હાથ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના અને જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. નિરયિકો કે દેવો મનુષ્યગતિમાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના કે અંતર્મુહૂર્તની સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. સાતમી નરકને છોડીને છ નરકના નૈરયિકો, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ૧ થી ૮દેવલોકના દેવો મનુષ્યગતિમાં જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. નવમા દેવલોકથી નવ રૈવેયક સુધીના દેવો જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૬ ભવ કરે છે. ચાર અનુત્તર વિમાનના દેવો જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૪ ભવ કરે છે અને સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો જઘન્ય-ઉત્કૃષ્ટ–૨ ભવ કરે છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ હોવાથી તે પ્રથમ ત્રણ ગમકથી જાય છે. શેષ છ ગમકથી જતા નથી. શેષ સર્વ દેવો નવ ગમકથી જાય છે. ત્રણ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ મરીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે પણ ત્રણ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય મરીને યુગલિક થઈ શકતા નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાભાગની અને સંજ્ઞી તિર્યંચ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરીને યુગલિકપણે જન્મ ધારણ કરે છે. સંજ્ઞી-અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે સંમૂર્છાિમ અને ગર્ભજ બંનેમાં ઉત્પન્ન થાય છે. તેમાં જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિને પામે ત્યારે અવશ્ય ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થતા હોવાથી સંખ્યાતા જ ઉત્પન્ન થાય અને જઘન્ય કે ઔધિક ગમકથી જાય ત્યારે સંમૂર્છાિમ મનુષ્યમાં પણ ઉત્પન્ન થતા હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઈ શકે છે. ત્રણ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય ૯ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે. અસંજ્ઞી તિર્યચ, સંજ્ઞી તિર્યંચ ૧,૨,૪,૫,૬,૭,૮ મા ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે પરંતુ ૩,૯મા ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ-૨ ભવ કરે છે. કારણ કે તે ગમ્માથી યુગલિક જ થાય છે અને યુગલિક મરીને
* 91 9,