________________
| ૧૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની નવે ય ગમકની સમાન હોય છે. તેમાં વિશેષતાઓ આ પ્રમાણે છેપરિમાણ :- નવે ય ગમકમાં એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે, કારણ કે સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે. જઘન્ય ગમકમાં તેની ઋદ્ધિનું કથન સંજ્ઞી તિર્યંચ પ્રમાણે કર્યું છે. સંજ્ઞી તિર્યંચ એક સમયમાં અસંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ મનુષ્યો સંખ્યાતા હોવાથી સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. અવગાહના:- મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની છે. પરંતુ જ્યારે તે સંજ્ઞી તિર્યંચમાં ત્રીજા રામકથી (ઉત્કૃષ્ટ સ્થિતિએ) ઉત્પન્ન થાય, ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. તેથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછી અનેક અંગુલની અવગાહના વાળા મનુષ્યો જ યુગલિકપણે ઉત્પન્ન થઈ શકે છે અને સાતમા, આઠમા અને નવમા ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની જ હોય છે કારણ કે મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ હોય છે. સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ અને અનુબંધ પ્રથમ બે ગમકમાં છે. પરંતુ ત્રીજા ગમકમાં તેની સ્થિતિ જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. તેથી સ્પષ્ટ થાય છે કે અનેક માસથી અલ્પ સ્થિતિવાળા મનુષ્યો યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. સંવેધઃ- ભવાદેશ ત્રીજા અને નવમા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ અને શેષ ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશ સ્થિતિ અનુસાર થાય છે. સન્ની મનુષ્યનો સન્ની તિર્યંચ સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ, બે ભવ) | ઉત્કૃષ્ટ ભાવ (૧) ઔ ઔ૦ | બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ૩ પલ્યોપમ (૨) ઓ જઘ૦ | બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ૦ ઉ૦ | અનેક માસ અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔ | બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
૮ અંતર્મુહૂર્ત (૬) જઘ ઉ૦ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪ પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ઔ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ૩ પલ્યોપમ (૮) ઉ૦ જઘo પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૯) ઉ ઉ૦ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ
| પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પત્થાપન || | સંશી મનુષ્યની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ. ત્રીજા ગમકમાં જઘન્ય અનેક માસ.
સન્ની તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણતા :- સંજ્ઞી મનુષ્ય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની જેમ અહીં પણ ૧૨ નાણત્તા થાય છે. તેમાં જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુદ્દઘાત (૭) આયુષ્ય (૮) અધ્યવસાય અને (૯) અનુબંધ- ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– (૧) અવગાહના (૨) આયુષ્ય (૩) અનુબંધ. તેનું સ્પષ્ટીકરણ પૃથ્વીકાય ઉદ્દેશકથી જાણવું. દેવોની પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પત્તિ :४५ जइणं भंते ! देवेहिंतो उववति-किं भवणवासिदेवेहिंतो उववति,वाणमंतर