________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨૦
વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી મનુષ્યના પ્રથમ ત્રણ ગમક અનુસાર ઋદ્ધિ સહિત અહીં પણ પ્રથમ ત્રણ ગમક જાણવા જોઈએ. કાય સંવેધ(કાલાદેશ) અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના તિર્યંચ પંચેન્દ્રિય સાથે કહેલા મધ્યમ ત્રણ ગમકના કાલાદેશ અનુસાર જાણવો.
|| ગમક–૧થી ૩ |
વિવેચનઃ
૧૨૧
અસંશી મનુષ્યમાં પ્રથમ ત્રણ ગમકનો જ સંભવ છે, કારણ કે અસંજ્ઞી મનુષ્યની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે, તેથી તેમાં ઔધિકના ત્રણ ગમક જ થઈ શકે છે. શેષ છ ગમકની સંભાવના નથી. તે સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેનાથી અધિક સ્થિતિમાં અર્થાત્ યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. તે જીવો પ્રથમ ત્રણ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. શેષ સર્વ કથન પૂર્વવત્ જાણવું.
સંજ્ઞી મનુષ્યોની પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પત્તિ ઃ
३५ जइ सण्णिमणुस्सेहिंतो उववज्जंति - किं संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो उववज्जंति, असंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जंति ? गोयमा ! संखेज्जवासायसण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो असंखेज्जवासाउय- सण्णिमणुस्सेहिंतो उववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચો, સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ३६ जइ संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो उववज्जति - किं पज्जत्त- अपज्जत्तेहिंतो, पुच्छा ? गोयमा ! पज्जत्त-संखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो वि उववज्जंति अपज्जत्तसंखेज्जवासाउय-सण्णिमणुस्सेहिंतो वि उववज्जंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પંચેન્દ્રિય તિર્યંચ, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३७ सण्णिमणुस्से णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय काल ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો મરીને, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે.