________________
| ૧૨૦ |
શ્રી ભગવતી સત્ર-૫
(૭) સ્થિતિ (૮) અધ્યવસાય અને (૯) અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા પૂર્વવત્ થાય છે. Mવર મોદિના :- સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ ગમકની ઋદ્ધિનું કથન શાસ્ત્રકારે પ્રથમ નરકમાં ઉત્પન્ન થતાં સંજ્ઞી તિર્યંચની ઋદ્ધિના અતિદેશપૂર્વક કર્યું છે. તેમાં અવગાહનાની વિશેષતા દર્શાવી છે; તેનું તાત્પર્ય આ પ્રમાણે છે જો કે બંને સ્થળે ઉત્પન્ન થતાં સંજ્ઞી તિર્યંચની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન છે, તેમ છતાં નરકમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી તિર્યંચ પર્યાપ્ત જ હોય છે, તેથી તેની અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય અવગાહના પર્યાપ્તાવસ્થાને યોગ્ય હોય છે પરંતુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ, પર્યાપ્ત અને અપર્યાપ્તા બંને હોય શકે છે; તેથી તેની અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય અવગાહના અપર્યાપ્તાવસ્થાને યોગ્ય અર્થાત્ પર્યાપ્તાવસ્થા કરતાં ઓછી હોય છે, આ બંનેમાં તફાવત છે.
જ્યારે સંજ્ઞી તિર્યંચ ત્રીજા કે નવમા ગમકથી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તેની ઋદ્ધિનું કથન સૂત્રકારે પ્રથમ ગમકના અતિદેશપૂર્વક કરીને અવગાહનામાં વિશેષતા કહી છે; ત્યાં પણ જઘન્ય અવગાહનામાં જ તફાવત છે. કારણ કે જીવ જ્યારે ત્રીજા, નવમાં ગમકથી ઉત્પન્ન થાય ત્યારે તે ઉત્કૃષ્ટ સ્થિતિએ જ ઉત્પન્ન થવાના છે, તેથી તેની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના પર્યાપ્તા અવસ્થાને યોગ્ય હોય છે અર્થાત્ પ્રથમ ગમકથી અધિક હોય છે.
આ રીતે સંજ્ઞી તિર્યંચ જ્યારે, તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલા, ત્રીજા કે નવમાં ગમકથી ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં પ્રથમ ગમકમાં અપર્યાપ્તાવસ્થાને યોગ્ય અને ત્રીજા, નવમાં ગમકમાં પર્યાપ્તાવસ્થાને યોગ્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના હોય છે. ઉક્ત ત્રણે ય સ્થળે આ રહસ્ય સૂત્રકારે વર ઓફ શબ્દ પ્રયોગથી પ્રગટ કર્યું છે. અસંજ્ઞી મનુષ્યોની પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પત્તિ :३३ जइ णं भंते ! मणुस्सेहिंतो उववजंति-किं सण्णिमणुस्सेहिंतो उववजंति, असण्णि-मणुस्सेहिंतो उववज्जति? गोयमा!सण्णिमणुस्सेहितो विउववज्जति असण्णिमणुस्सेहितो वि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! જો તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે સંશી અને અસંશી બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ३४ असण्णिमणुस्से णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसुउववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिआउएसु उववज्जेज्जा । लद्धी से तिसु वि गमएसु जहेव पुढविक्काइएसु उववज्जमाणस्स । संवेहो जहा एत्थ चेव असण्णिपचिंदियस्स मज्झिमेसुतिसुगमएसु तहेव णिरवसेसो भाणियव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી મનુષ્યો મરીને, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ