________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૦.
[ ૧૧૯]
ઉત્કૃષ્ટ બે ભવ તથા કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાવ એટલા કાલ પર્યત ગમનાગમન કરે છે. તે ગમક-૯ || વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. તેઓ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પરિમાણ :– ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય યુગલિક થાય છે અને યુગલિક જીવો સંખ્યાતા જ હોય છે. તેથી ત્રીજા અને નવમા ગમકમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા જીવો જ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા ગમકથી જાય ત્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિના (અપર્યાપ્ત) હોવાથી ઉત્કૃષ્ટ કોડ પૂર્વની જ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, તેનાથી અધિક સ્થિતિ પામી શકતા નથી અર્થાતુ યુગલિકપણે ઉત્પન્ન થતા નથી. તેથી છઠ્ઠા ગમકમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. શેષ ગમકમાં પણ જઘન્ય ૧,૨,૩ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. કાય સંવેધઃ- ભવાદેશ– અસંજ્ઞી તિર્યંચ જેમ સંજ્ઞી તિર્યંચની પણ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો ૧,૨,૪,૫,૬,૭,૮ ગમકથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. ૩,૯ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. કારણ કે તે બે ચમકથી ઉત્પન્ન થાય ત્યારે યુગલિક જ થાય છે અને યુગલિક મરીને દેવગતિમાં જ જાય છે તેથી તેના બે ભવ જ થાય છે.
જ્યારે પહેલા અને સાતમા ગમકથી આઠ ભવ કરે છે ત્યારે પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિના સાત ભવ કરે અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિનો યુગલિકનો કરે છે. તે પ્રમાણે પહેલા અને સાતમા ગમકમાં કાલાદેશ થાય છે. આ રીતે ગમક–૧,૭માં ભજનાથી અને ગમક–૩૯ નિયમાથી યુગલિક થાય છે. સંજી તિર્યંચ પદ્રિયનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :
ગમક | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ, બે ભવ) |ઉત્કૃષ્ટ ભવ (૧) ઔ ઔ૦ બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૨) ઔ૦ જઘ૦ બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ અંતર્મુહૂર્ત અને ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૪) જઘ ઔ૦ બે અંતર્મુહૂર્ત
ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૫) જઘ જઘ૦ બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત (૬) જઘ0 ઉ અંતર્મુહૂર્ત અને પૂર્વકોટિ વર્ષ ચાર અંતર્મુહૂર્ત અને ચાર પૂર્વકોટિ વર્ષ (૭) ઉ૦ ઔ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત સાત પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ (૮) ઉ૦ જઘ૦ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત | ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૯) ઉ૦
ઉ પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ | પૂર્વકોટિ વર્ષ અને ત્રણ પલ્યોપમ સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. સંશી તિર્યંચમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણા:- સંજ્ઞી તિર્યંચ મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તેની જેમ ૧૧ નાણત્તા જાણવા. જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે– (૧) અવગાહના (૨) વેશ્યા (૩) દષ્ટિ (૪) જ્ઞાનાજ્ઞાન (૫) યોગ (૬) સમુઘાત