________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૦.
| ૧૧૫ ]
ઉત્પન્ન થાય છે ઇત્યાદિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય સંબંધી નવમા ગમકની વક્તવ્યતા અનુસાર કાલાદેશ પર્યત કથન કરવું. પરંતુ પરિમાણ અહીં કહેલ ત્રીજા ગમક અનુસાર જાણવું અર્થાત્ ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ || ગમક-૯ | વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસંશી તિર્યંચ પંચેન્દ્રિયની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. ઉપપાત :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો તે ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષની અર્થાતુ યુગલિકોની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી અધિક પ્રાપ્ત કરતા નથી.
જઘન્ય સ્થિતિવાળા(૪,૫,૬ ગમકવાળા) અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સંખ્યાત વર્ષની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે અર્થાત્ તે યુગલિક થતા નથી. તેથી જ્યારે તે ૪,૫,૬ ગમકથી જાય ત્યારે ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની જ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પરિમાણ :- અસંખ્યાત વર્ષની સ્થિતિવાળા યુગલિક પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતા જ છે, તેથી પ્રથમ ગમકમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમજ ત્રીજા અને નવમા ગમકથી ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિ સહિત યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યારે સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે અને શેષ સ્થાનોમાં અસંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે. ભવાદેશ :- ત્રીજા અને નવમા ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ જ થાય છે, કારણ કે તે ગમકવાળા યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે અને યુગલિક મરીને અવશ્ય દેવગતિમાં જાય છે, ફરી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા નથી. કાલાદેશ - પહેલા અને સાતમા ગમનમાં ઉત્કૃષ્ટ કાલાદેશ જે અનેક પૂર્વકોટિ અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહ્યો છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને, સંજ્ઞી તિર્યચપણે ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં ચાર ભવ અસંશી તિર્યંચના ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિના થાય અને ચાર ભવ સંજ્ઞી તિર્યંચના થાય તેમાં ત્રણ ભવ પૂર્વકોટિ વર્ષના અને અંતિમ ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા યુગલિક તિર્યચનો કરે છે તો આ રીતે સાત ભવ પૂર્વકોટિ વર્ષના આયુષ્યના અને આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો હોવાથી પૂર્વોક્ત કાલાદેશ ઘટી શકે છે. અહીં સૂત્રમાં અનેક શબ્દથી સાત કોડ પૂર્વ વર્ષનું કથન છે.
તેથી સાત (૧,૨,૪,૫,૬,૭,૮) ગમકથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે અને ત્રીજા અને નવમાં ગમકથી બે ભવ કરે છે. ગમક-૧,૭માં ભજનાથી અને ગમ-૩,૯માં નિયમાથી યુગલિક થાય. અસંશી તિર્યચનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :| ગમક | જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ-(આઠ, બે ભવ) ઉ.ભવ (૧) ઔ ઔ૦ બે અંતર્મુહૂર્ત
સાત પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ (૨) ઔ જઘ૦ |બે અંતર્મુહૂર્ત
ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ. | અંતર્મુહૂર્ત અને પલ્યોનો અસંહ ભાગ પૂર્વકોટિ વર્ષ અને પલ્યોનો અસં ભાગ