________________
શ્રી ભગવતી સૂત્ર–૫
१८ सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो एस चेव वत्तव्वया, णवरं- कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अट्ठ अंतोमुहुत्ता; जाव एवइयं कालं गइरागइंकरेज्जा । ભાવાર્થ :- તે જઘન્ય સ્થિતિવાળા અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો તેની વક્તવ્યતા પ્રથમ ગમક અનુસાર જ છે. પરંતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત છે; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૫ ॥ | १९ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं पुव्वकोडिआउएसु, उक्कोसेणं वि पुव्वकोडिआउएसु उववज्जइ एस चेव वत्तव्वया, णवरं - कालादेसेणं जाणेज्जा । ભાવાર્થ :- જો તે જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો, જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી પરંતુ કાલાદેશ છઠ્ઠા ગમકની સ્થિતિ અનુસાર જાણવો જોઈએ. II ગમક–૬ ॥ २० सो चेव अप्पा उक्कोसकालट्ठिईओ जाओ सच्चेव पढमगमगवत्तव्वया, णवरं - ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । सेसं तं चेव । कालादेसेणं जहणणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडीपुहुत्तमब्भहियं, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
I
૧૧૪
ભાવાર્થ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય તો તેનું કથન પ્રથમ ગમકની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે, શેષ પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. II ગમક–૭ ॥
२१ | सो चेव जहण्णकालट्ठिईएस उववण्णो, एस चेव वत्तव्वया जहा सत्तमगमे, णवरंकालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयं कालं गइरागई करेज्जा ।
ભાવાર્થ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો પણ સાતમા ગમકની વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષમાં કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક- ૮
२२ सो चेव उक्कोसकालट्ठिएसु उववण्णो, जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं, उक्कोसेणं वि पलिओवमस्स असंखेज्जइभागं । एवं जहा रयणप्पभाए उववज्जमाणस्स असण्णिस्स णवमगमए तहेव णिरवसेसं जाव कालादेसो त्ति, णवरं - परिमाणं जहा एयस्सेव तइयगमे, सेसं तं चेव ।
ભાવાર્થ [ :- જો તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો હોય અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં