________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર–૫
छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाइं ॥ ३ ॥
चउत्थगमे जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥ ४ ॥ पंचमगमए जहण्णेणं बावीस सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं ॥५॥ छट्ठगमए जहण्णेणं बावीसं सागरोवमाइं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइं तिहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥६॥
सत्तमगमए जहण्णेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई ॥७॥ अट्ठमगमए जहण्णेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं छावट्ठि सागरोवमाई दोहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई ॥८॥ णवमगमए जहण्णेणं तेत्तीस सागरोवमाइं पुव्वकोडीहिं अब्भहियाई, उक्कोसेणं छावट्ठि सागरोवमाइंदोहिं पुव्वकोडीहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइंकरेज्जा ॥९॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! છ નરકની સમાન સાતમી નરકના પણ નવ ગમકની ઋદ્ધિ જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અવગાહના, લેશ્યા, સ્થિતિ અને અનુબંધ યથાયોગ્ય સાતમી નરકના જાણવા. સંવૈધ– ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા કાલાદેશથી જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.ગમક–૧
પ્રથમના છ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ છ ભવ તથા અંતિમ ત્રણ ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ જાણવા જોઈએ. નવ ગમકોમાં શેષ સર્વ ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન છે પરંતુ ગમકોની સ્થિતિની વિશેષતાએ કાલાદેશ આ પ્રમાણે છે–
બીજા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ અંતર્મુહૂર્ત અધિક; ત્રીજા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; ચોથા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; પાંચમા ગમકમાં રર સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને ત્રણ અંતર્મુહૂર્ત અધિક; છઠ્ઠા ગમકમાં જઘન્ય ૨૨ સાગરોપમ અને પૂવકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને ત્રણ પૂર્વકોટિ વર્ષ અધિક; સાતમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; આઠમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત અધિક; નવમા ગમકમાં જઘન્ય ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ દ્ર સાગરોપમ અને બે પૂર્વકોટિ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ॥ ગમક–રથી૯ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાત નરકના નૈરયિકોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા કરી છે.