________________
શતક-૨૪ : ઉદ્દેશક–૨૦.
૧૦૯ |
સાતે ય નરકમાંથી નીકળેલા નૈરયિકો સંજ્ઞી તિર્યચપણે ઉત્પન્ન થાય છે, પરંતુ યુગલિક તિર્યંચ પણે ઉત્પન્ન થતા નથી. તેની ઋદ્ધિ માટે અસુરકુમારની ઋદ્ધિનો અતિદેશ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે.
(૧) ઉપપાત- સાત નરકના નૈરયિકો સંશી તિર્યચપણે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય- ૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. (૩) સંઘયણ– તે અસંઘયણી છે. અનિષ્ટ, અકાંત અમનોજ્ઞ પુદ્ગલો નરયિકોના શરીરરૂપે પરિણત થાય છે. (૪) અવગાહના- ઉત્પત્તિના સમયે નૈરયિકની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પ્રથમ નરકમાં સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે. બીજી નરકમાં ૧૫ ધનુષ, બે હાથ અને ૧૨ અંગુલ છે. આ રીતે ક્રમશઃ પ્રત્યેક નરકમાં બમણી અવગાહના છે. સાતમી નરકમાં ૫૦૦ ધનુષની છે. નૈરયિકોમાં દરેકને પોતાની ભવધારણીય અવગાહનાથી ઉત્તરવૈક્રિય અવગાહના બમણી હોય છે.
(૫) સંસ્થાન- હુંડ સંસ્થાન. નૈરયિકો ઉત્તર વૈક્રિય શરીર બનાવે તો પણ અશુભ કર્મોદયે હુંડ સંસ્થાન જ થાય છે. (૬) લેગ્યા- પહેલી, બીજી નરકમાં કાપોત લેશ્યા, ત્રીજી નરકમાં કાપોત અને નીલ, ચોથી નરકમાં નીલ, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ, છઠ્ઠી નરકમાં કૃષ્ણ અને સાતમી નરકમાં મહાકૃષ્ણ લેશ્યા હોય છે. (૭) દષ્ટિ– ૩ (૮) જ્ઞાનાશાન– પ્રથમ નરકમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તે જીવોને બે અજ્ઞાન હોય છે. તે સિવાયના જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. બીજીથી સાતમી નરક સુધી ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. (૯) યોગ- ૩, (૧૦) ઉપયોગ- ૨, (૧૧) સંજ્ઞા- ૪, (૧૨) કષાય- ૪, (૧૩) ઈન્દ્રિય- ૫, (૧૪) સમુઘાત– પ્રથમ ચાર, (૧૫) વેદના- ૨, (૧૬) વેદ- નપુંસક વેદ, (૧૭) આયુ- સાતે ય નરકની સ્થિતિ જુદી જુદી છે, જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, (૧૮) અધ્યવસાય- બંને પ્રકારના, (૧૯) અનુબંધઆયુષ્ય પ્રમાણે, (૨૦) સંવેધ– ૧ થી ૬ નરકના નૈરિયકોમાં ભવાદેશ– જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. સાતમી નરકના નૈરયિકો પ્રથમ છ ગમકથી જાય, તો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ કરે છે અને અંતિમ ત્રણ(૭,૮,૯) ગમકથી જાય તો જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ કરે છે, કારણ કે સાતમી નરકમાં જઘન્ય સિવાય મધ્યમ કે ઉત્કૃષ્ટ પર્વતની સર્વ સ્થિતિઓમાં જીવ બે વાર જ ઉત્પન્ન થાય છે તેથી અંતિમ ત્રણ ગમકમાં બે સાતમી નરકના અને બે તિર્યંચ પંચેન્દ્રિયના, તેમ ઉત્કૃષ્ટ ચાર ભવ થાય છે. સર્વ ગમકોનો કાલાદેશ મૂળપાઠથી જ સ્પષ્ટ છે. પ્રથમ નરકના નૈરયિકનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ :ગમક જઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ(આઠ ભવ) (૧) ઔ ઔ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૨) ઔ૦ જઘ૦ ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔ ઉ૦ ૧૦,000 વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૪) જઘ૦ ૦ ૧૦,૦00 વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૦,000 વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ (૫) જઘ જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪૦,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત