________________
૧૦૦
શ્રી ભગવતી સત્ર-૫
શતક-ર૪ : ઉદેશક-૧૦ થી ૧૯
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચોરેન્દ્રિય છે
R
બેઈન્દ્રિય જીવોમાં ઉત્પત્તિઃ| १ बेइंदिया णं भंते !कओहिंतो उववज्जति ? जावपुढविक्काइए णं भंते !जे भविए बेइदिएसु उववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा?
गोयमा !सच्चेव पुढविकाइयस्सलद्धी जावभवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई, उक्कोसेणं संखेज्जाइं भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्ज कालं जावएवइयंकालंगइरागडुकरेज्जा । एवं तेसुचेव चउसुगमएसुसंवेहो, सेसेसुपंचसुतहेव अट्ठ भवा । एवं जावचउरिदिएणं समंचउसुसंखेज्जा भवा, पंचसु अट्ठ भवा । पंचिंदियतिरिक्खजोणियमणुस्सेसुसमंतहेव अट्ठ भवा । देवेसु(देवेहितो) ण चेव उववजंति, ठिई संवेहं च जाणेज्जा । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ યાવત છે ભગવન્! પૃથ્વીકાયિક જીવો મરીને, બેઇન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા પૃથ્વીકાયિક જીવોની ઋદ્ધિસંબંધી જે વક્તવ્યતા કહી છે તેની સમાન અહીં સર્વ કથન જાણવું ભાવતું ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે (૧,૨,૪,૫) આ ચાર ગમોમાં કામ સંવેધ જાણવો જોઈએ. શેષ (૩, ૬, ૭, ૮, ૯)આ પાંચ ગમકોમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. તે જ રીતે અપ્લાયિકથી પાવતુ ચૌરેન્દ્રિય પર્યત અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય સુધીના જીવો સંબંધી ચાર ગમકોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને શેષ પાંચ ગમકોમાં ઉત્કૃષ્ટ આઠ ભવ જાણવા જોઈએ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોની સાથે સર્વ ગમકમાં આઠ ભવ થાય છે. દેવો બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા જ નથી. સર્વ જીવોની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવા.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા જીવોનું સંપૂર્ણ કથન છે. ઉપપાતઃ- બેઇન્દ્રિયમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યચ, સંમૂર્છાિમ મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય આ ઔદારિકના બાર પ્રકારના જીવો મરીને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તે સર્વ જીવોની ઋદ્ધિ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતા તે તે જીવોની સમાન છે. બેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની છે.