________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૭ થી ૧૯.
[ ૯૯ ]
શતક-ર૪ઃ ઉદ્દેશક-૧૦ થી ૧૯| ( RRORBળ સંક્ષિપ્ત સાર છROR OR
આ ત્રણ ઉદ્દેશકમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પત્તિ :- પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યચપંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્ય, સંમૂર્છાિમ મનુષ્ય, તે બાર પ્રકારના જીવો અર્થાત્ મનુષ્ય અને તિર્યંચ બે ગતિના જીવો ત્રણ વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિન, ચૌરન્દ્રિયની ૬ માસની સ્થિતિ છે. તે જીવોની ઋદ્ધિ પૃથ્વીકાય ઉદ્દેશક અનુસાર છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય ૧, ૨, ૪, ૫ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને ૩, ૬, ૭, ૮, ૯ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે. ત્રણ વિકસેન્દ્રિયમાં ભવભપ્રણ કરતા જીવો સંખ્યાત કાલ જ વ્યતીત કરી શકે છે. તેનાથી અધિક કાલ ત્યાં રહી શકાતું નથી. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી મનુષ્ય નવ ગમકથી અને સંમૂર્છાિમ મનુષ્ય ત્રણ ગમકથી જઘન્ય-૨, ઉત્કૃષ્ટ-૮ ભવ કરે છે. તેનો કાલાદેશ સ્થિતિ અનુસાર હોય છે અને તેમાં નાણત્તા તેઉકાયની સમાન હોય છે.