________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૪
શતક-ર૪ : ઉદ્દેશક-૧૪
તેઉકાયિક
તેઉકાયિક જીવોમાં ઉત્પત્તિ - | १ तेउक्काइयाणंभंते !कओहिंतो उववज्जति? गोयमा !पुढविक्काइयउद्देसगसरिसो उद्देसो भाणियव्वो, णवरं-ठिइंसंवेहंच जाणेज्जा, देवेहितोण उववजंति, सेसंतंचेव। II સેવ મતે !સેવ મતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! તેઉકાયિક જીવો(અગ્નિના જીવો) ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-તેઉકાયિકની ઉત્પત્તિ વગેરે સંપૂર્ણ વર્ણન પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. સ્થિતિ અને કાય સંવેધ જુદા છે. તે સ્થિતિ અનુસાર ઉપયોગપૂર્વક જાણવું. તેઉકાયિકમાં વિશેષતા એ છે કે તે જીવો, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. શેષ પૂર્વવતુ.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં પૃથ્વીકાયની જેમ તેઉકાય સંબંધી સંપૂર્ણ ઉદ્દેશકનું કથન છે. વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિના દેવોની ઉત્પત્તિ થતી નથી. તે માત્ર ઔદારિકના બાર સ્થાનમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય અને સંજ્ઞી મનુષ્ય, તે બાર પ્રકારના જીવો મરીને તેઉકાયમાં ઉત્પન્ન થઈ શકે છે. તેઉકાયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. આ સ્થિતિને અનુલક્ષીને તેનો કાલાદેશ થાય છે.
આ ઉદ્દેશકમાં કુલ ગમક અને નાણત્તામાં પૃથ્વીકાયિક ઉદ્દેશકથી ભિન્નતા થાય છે. કારણ કે તેમાં દેવો ઉત્પન્ન થતા નથી. તેથી દેવ સંબંધી ગમ્મા અને નાણત્તા બાદ કરતા કુલ ગમ્મા–૧૦૨ અને નાણત્તા-૮૯ થાય છે.
છે શતક-ર૪/૧૪ સંપૂર્ણ -
-