________________
૯૪
D OS
શતક-ર૪ : ઉદ્દેશક-૧૩
અકાયિક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO ZOG
અપ્લાયિક જીવોમાં ઉત્પત્તિ ઃ
१ आउक्काइया णं भंते ! कओहिंतो उववज्जंति ? गोयमा ! जहेव पुढविक्काइय उद्देसए जाव पुढविक्काइए णं भंते ! जे भविए आउक्काइएस उववज्जित्तए से णं भंते ! केवइयकालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तठिईएसु, उक्कोसेणं सत्तवाससहस्सठिईएसु उववज्जेज्जा । एवं पुढविक्काइयउद्देसगसरिसो भाणियव्वो, णवरंવિરૂ સવેદ ચ નાગેન્ગા, ક્ષેમ તહેવ ।। સેવ મતે ! તેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અપ્લાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! સર્વ વક્તવ્યતા પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર જાણવી જોઈએ. પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો મરીને, અપ્કાયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા અટ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર− હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની સ્થિતિવાળા અષ્ઠાયિકોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અપ્લાયનું સંપૂર્ણ ઉદ્દેશક પૃથ્વીકાયિક ઉદ્દેશકની સમાન છે. સ્થિતિ અને કાય સંવેધ અપ્લાયની સ્થિતિ અનુસાર જાણવો. શેષ પૂર્વવત્. ।। હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રમાં અપ્કાયસંબંધી સંપૂર્ણ કથન પૃથ્વીકાયિક ઉદ્દેશકના અતિદેશ પૂર્વક કર્યું છે. તેમાં વિશેષતા એ છે કે અપ્લાયની સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ છે. આ સ્થિતિને અનુલક્ષીને પૃથ્વીકાયની જેમ સમસ્ત કાલાદેશનું વર્ણન સમજી લેવું.
|| શતક-૨૪/૧૩ સંપૂર્ણ ॥
અપ્લાયમાં– કુલ ગમક–૨૨૮ અને નાણત્તા–૧૪૫, પૃથ્વીકાયિક અનુસાર છે અને સંપૂર્ણ ઉદ્દેશકમાં ભવના વિભાજનથી કુલ ગમ્મા પણ પૃથ્વીકાયની સમાન છે.