________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
L ૯૧] णाणा,तिण्णि अण्णाणा णियमं। ठिई जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणंपलिओवमं वाससयसहस्समब्भहियं । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं अट्ठभागपलिओवम अंतोमुत्तमब्भहियं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्सेणं बावीसाए वाससहस्सेहि अब्भहियं जावएवइयं कालंगइरागइंकरेज्जा । एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવો મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય તો, તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! અહીં પણ અસરકમારોની વક્તવ્યતાની સમાન જાણ વિશેષતા એ છે કે તેમાં એક માત્ર તેજોલેશ્યા હોય છે. ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. સ્થિતિ-જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. આ રીતે અનુબંધ પણ જાણવો. સંવેધકાલાદેશથી જઘન્ય પલ્યોપમનો આઠમો ભાગ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને રર,000 વર્ષ અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક જાણવા. પરંતુ સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. ગમક–૧થી ૯ II. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષી દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે.
જ્યોતિષી દેવોમાં એક તેજોવેશ્યા જ હોય છે. તેમજ તે જીવોને ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. જ્યોતિષી દેવોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થતા નથી. તેથી ત્રણ અજ્ઞાનના વિકલ્પની સંભાવના નથી. સમ્યગુદષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન હોય છે. ઋદ્ધિનું શેષ કથન ભવનપતિની સમાન છે. સ્થિતિ :- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની સ્થિતિ તારા વિમાનવાસી દેવ-દેવીની છે અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ ચંદ્રવિમાનના દેવની છે. નાણત્તા:- ભવનપતિદેવોની સમાન ચાર નાણત્તા હોય છે. વૈમાનિક દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ५३ जइ भंते ! वेमाणियदेवेहिंतो उववज्जति-किं कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,कप्पाईयवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा !कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति,णो कप्पाईयवेमाणियदेवेहितो उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે કલ્પાતીત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५४ जइ भंते ! कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति-किंसोहम्मकप्पोवगवेमाणिय