________________
૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૫
देवेहिंतो उववज्जति जावअच्चुपकप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति? गोयमा!सोहम्म कप्पोवगवेमाणियदेवेहितो उववज्जति, ईसाण-कप्पोवगवेमाणियदेवेहितोउववज्जति, णोसणंकुमारदेवेहितोउववज्जति जावणो अच्चुक्कप्पोवगवेमाणियदेवेहितोउववति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જો તે કલ્પપપત્રક વેમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સૌધર્મકલ્પોપપન્નક યાવત અતકલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સૌધર્મ અને ઈશાનકલ્પોપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સનત્કુમાર યાવતું અશ્રુતકલ્પોપન્નક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ५५ सोहम्मेदेवे णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा? गोयमा! एवं जहा जोइसियस्सगमगो, णवरं-ठिई अणुबंधो य जहण्णेणं पलिओवमं, उक्कोसेणं दो सागरोवमाई। कालादेसेणं जहण्णेणं पलिओवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं दो सागरोवमाइंबावीसाए वाससहस्सेहि अब्भहियाई: जावएवइयकालंगइरागडुकरेज्जा । एवं सेसा वि अट्टगमगा भाणियव्वा, णवरं-ठिइंकालादेसंच जाणेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સૌધર્મકલ્પોપન્નક વૈમાનિક દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જ્યોતિષી દેવોના ગમકની સમાન જાણવું. સ્થિતિ અને અનુબંધ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે સાગરોપમ છે. સંવેધ-કાલાદેશથી જઘન્ય એક પલ્યોપમ અને અંતર્મુહુર્ત અધિક, ઉત્કૃષ્ટ બે સાગરોપમ અને ર૨,000 વર્ષ અધિક; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે શેષ આઠ ગમક પણ જાણવા. સ્થિતિ અને કાલાદેશ યથાયોગ્ય ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. ५६ ईसाणदेवेणं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइय कालठिईएसुउववज्जेज्जा? गोयमा ! एवं ईसाणदेवेण वि णव गमगा भाणियव्वा, णवरं-ठिई अणुबंधो जहण्णेणं साइरेगंपलिओवमं, उक्कोसेणं साइरेगाइंदो सागरोवमाई, સેસંત જેવા | સેવ મતે સેવં મતે ! ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! ઈશાનકલ્પોપપત્રક દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? - ઉત્તર-હે ગૌતમ! આ વિષયમાં પણ પૂર્વવત્ નવ ગમક છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાધિક બે સાગરોપમ છે. શેષ પૂર્વવતુ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે . વિવેચન :
- વૈમાનિક દેવોમાં સૌધર્મ અને ઈશાન બે દેવલોકના દેવો જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યાર પછીના દેવો પૃથ્વી આદિ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. તેની વક્તવ્યતા પૂર્વવતુ છે. સ્થિતિ અને અનુબંધ સ્થાનાનુસાર સમજવા જોઈએ. નાણત્તા- ભવનપતિની સમાન ચાર છે.