________________
શ્રી ભગવતી સૂત્ર-૫
નાણત્તા :– દેવો જ્યારે ઔદારિકના કોઈ પણ સ્થાનમાં આવે ત્યારે ચાર નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું જ હોય અને (૨) અનુબંધ– આયુષ્ય અનુસાર હોય છે. કારણ કે જઘન્ય ગમકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય હોતું નથી. ઉત્કૃષ્ટ ગમકમાં પણ બે નાણત્તા હોય છે (૧) આયુષ્ય– સ્થાન પ્રમાણે ઉત્કૃષ્ટ હોય અને (૨) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. આ રીતે દેવોમાં કુલ ૪-૪ નાણત્તા થાય છે. તે સિવાય અન્ય સંપૂર્ણ ઋદ્ધિ પ્રથમ ગમકની સમાન હોય છે. વાણવ્યંતર દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
४९ जइ णं भंते ! वाणमंतरेहिंतो उववज्जति - किं पिसायवाणमंतरदेवेहिंतो उववज्जति जावगंधव्ववाणमंतरदेवेहिंतो उववज्जंति ? गोयमा ! पिसायवाणमंतरदेवेहिंतो जाव गंधव्व वाणमंतर देवेहिंतो वि उववज्जति ।
૯૦
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવો, વાણવ્યંતરદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પિશાચ વાણવ્યંતરોમાંથી આવીને ઉત્પન્ન થાય કે યાવત્ ગંધર્વ વાણવ્યંતરોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર– હે ગૌતમ ! તે પિશાચ વાણવ્યંતરમાંથી યાવત્ ગંધર્વમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ५० वाणमंतरदेवे णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा ? गोयमा ! एएसि पि असुरकुमारगमगसरिसा णव गमगा भाणियव्वा, णवरं - ठिइं कालादेसं च जाणेज्जा । ठिई जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं पलिओवमं, सेसं तहेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વાણવ્યંતર દેવો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ અસુરકુમારની સમાન નવ ગમક છે. પરંતુ સ્થિતિ અને કાલાદેશ તેનાથી ભિન્ન છે. સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. શેષ કથન પૂર્વવત્ છે.
જ્યોતિષી દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
५१ जइ णं भंते ! जोइसियदेवेहिंतो उववज्जंति - किं चंदविमाण - जोइसियदेवेहिंतो उववज्जंति जावताराविमाण- जोइसियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! चंदविमाणजोइसियदेवेहिंतो वि उववज्जंति जावताराविमाण- जोइसिय- देवेहिंतो वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિકો, જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું ચંદ્રવિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ તારાવિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ચંદ્ર વિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી ઉત્પન્ન થાય યાવત્ તારા વિમાનવાસી જ્યોતિષી દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે.
|५२ जोइसियदेवे णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जेज्जा ?
गोयमा ! लद्धी जहा असुरकुमाराणं, णवरं - एगा तेउलेस्सा पण्णत्ता । तिण्णि