________________
શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨
[ ૮૯ ]
પલ્યોપમ અને ર૨,000 વર્ષ અધિક છે. આ રીતે નવે ય ગમક અસુરકુમારના ગમકોની સમાન જાણવા જોઈએ. પરંતુ સ્થિતિ અને કાલાદેશ ઉપયોગ પૂર્વક જાણવા. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દશ ભવનપતિ દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે
પરિમાણ– તે દેવો એક સમયમાં એક,બે,ત્રણ અથવા સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સંઘયણ- દેવોનું શરીર સંઘયણ રહિત છે. તેના શરીરમાં હાડ, માંસ આદિ સાત ધાતુ નથી પરંતુ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ પુલ શરીર સંઘાતરૂપે પરિણત થાય છે. અવગાહના- તે દેવોની ઉત્પત્તિ સમયની ભવધારણીય અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે અને ઉત્તર વૈક્રિયશરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજનની છે. ઉત્તર વૈકિય શરીર સંકલ્પપૂર્વક બનતું હોવાથી તેમાં ભવધારણીય શરીર જેટલી સૂક્ષ્મતા થતી નથી. તેથી તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની નથી પરંતુ અંગુલના સંખ્યાતમા ભાગની જ હોય છે.
સંસ્થાન-તે દેવોના ભવધારણીય શરીરનું સંસ્થાન સમચતુરસ હોય છે અને જ્યારે તે દેવો ઉત્તર વૈક્રિયશરીર બનાવે ત્યારે પોતાની ઇચ્છાનુસાર વિવિધ શરીરના વિવિધ સંસ્થાન કરી શકે છે. અજ્ઞાન- તે દેવોને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા દેવોને અપર્યાતાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી, તેથી બે અજ્ઞાન હોય છે. શેષ દેવોમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન અથવા ત્રણ જ્ઞાન હોય છે. ઋદ્ધિનું શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે. સંવેધ - ભવાદેશથી જઘન્ય-ઉત્કૃષ્ટ બે ભવ કરે છે. દેવ મરીને પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય પરંતુ તે પૃથ્વી આદિના જીવો મરીને દેવ થતા નથી. કાલાદેશ ભવનપતિદેવ અને પૃથ્વીકાયિક જીવની સ્થિતિ અનુસાર થાય છે. અસુરકુમારનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :ગમક જઘન્ય–બે ભવ
ઉકષ્ટ–બે ભવ (૧) ઔવિક–ઔધિક |૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને ર૨,000 વર્ષ (૨) ઔધિક–જઘન્ય |૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને અંતર્મુહૂર્ત (૩) ઔધિક–ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ અને રર,000 વર્ષ | સાધિક એક સાગરોપમ અને રર,૦00 વર્ષ (૪) જઘન્ય–ઔધિક |૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત | ૧૦,૦00 વર્ષ અને રર,૦૦૦ વર્ષ (૫) જઘન્ય–જઘન્ય | ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત (૬) જઘન્ય–ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષ અને રર,000 વર્ષ ૧૦,000 વર્ષ અને રર,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ–ઔધિક સાધિક સાગરોપમ અને અંતર્મુહૂર્ત સાધિક એક સાગરોપમ અને રર,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય | સાધિક સાગરોપમ અને અંતર્મુહૂર્ત | સાધિક એક સાગરોપમ અને અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ | સાધિક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ | સાધિક એક સાગરોપમ અને રર,૦૦૦ વર્ષ અસુરકુમારની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષ.