________________
શ્રી ભગવતી સૂત્ર–૫
अणुबंधो जहा ठिई । भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दसवास सहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं; जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं णव वि गमा णेयव्वा, णवरंमज्झिल्लएसु पच्छिल्लएसु तिसु गमएसु असुरकुमाराणं ठिइविसेसो जाणियव्वो, सेसा ओहिया चेव लद्धी कायसवेह च जाणेज्जा । सव्वत्थ दो भवग्गहणाइं जाव णवमगमए कालादेसेणं जहण्णेणं साइरेगं सागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं, उक्कोसेणं वि साइरेगंसागरोवमं बावीसाए वाससहस्सेहिं अब्भहियं; जावएवइयं कालं गइरागइंकरेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવોના શરીરનું સંસ્થાન કેવું છે ?
८८
ઉત્તર-હે ગૌતમ ! તેના શરીરના બે પ્રકાર છે, યથા—ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીર સમચતુરસ્ર સંસ્થાનવાળું હોય છે અને ઉત્તરવૈક્રિયશરીર અનેક પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તેને લેશ્યા–ચાર, દૃષ્ટિ–ત્રણ, જ્ઞાન–ત્રણ નિયમા, અજ્ઞાન–ત્રણ વિકલ્પ, યોગ– ત્રણ, ઉપયોગ—બે, સંજ્ઞા—ચાર, કષાય–ચાર, ઇન્દ્રિયો—પાંચ, સમુદ્દાત–પાંચ અને વેદના—બે પ્રકારની હોય છે. તે સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે, નપુંસક વેદી હોતા નથી. તેની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની છે. અધ્યવસાય—અસંખ્યાત છે. તે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને હોય છે.
અનુબંધ–સ્થિતિ અનુસાર છે. સંવેધ–ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ એક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ જ રીતે નવ ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમક, આ છ ગમકોમાં અસુરકુમારોની સ્થિતિના વિષયમાં વિશેષતા છે. શેષ ઔઘિક ગમકની વક્તવ્યતા અનુસાર લબ્ધિ અને કાયસંવેધ જાણવો જોઈએ. સંવેધમાં સર્વત્ર બે ભવ ગ્રહણ કરવા યાવત્ નવમા ગમકમાં કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ અને ૨૨,૦૦૦ વર્ષ અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.
४८ णागकुमारे णं भंते ! जे भविए पुढविक्काइएसु, पुच्छा ?
गोयमा ! एस चेव वत्तव्वया जाव भवादेसो त्ति, णवरं - ठिई जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं देसॄणाई दो पलिओवमाई । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई अंतोमुहुत्तमब्भहियाइं, उक्कोसेणं देसूणाई दो पलिओवमाइं बावीसाए वाससहस्सेहिं अब्भहियाइं । एवं णव वि गमगा असुरकुमारगमगसरिसा, णवरं - ठि कालादेसं च जाणेज्जा । एवं जाव थणियकुमाराणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નાગકુમાર દેવો, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની - સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! અહીં અસુરકુમારની વક્તવ્યતા ભવાદેશ સુધી જાણવી જોઈએ. વિશેષતા એ છે કે નાગકુમાર દેવની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. અનુબંધ પણ તે જ પ્રમાણે છે. સંવેધ—કાલાદેશથી જઘન્ય દશ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ દેશોન બે