________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૫ ]
તો તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. ४० तेणं भंते ! जीवाएगसमएण केवइया उववज्जंति?
गोयमा !जहेव रयणप्पभाए उववज्जमाणस्स तहेव तिसु विगमएसुलद्धी,णवरंओगाहणा जहण्णेण अगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं पंचधणुसयाई । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण पुव्वकोडी । एवं अणुबंधो । संवेहो णवसु गमएसु जहेव सण्णिपचिंदियस्स । मज्झिल्लएसुतिसुगमएसुलद्धी जहेव सण्णिपंचिंदियस्स । सेसंतं चेव णिरवसेसं । पच्छिल्ला तिण्णि गमगा जहा एयस्स चेव ओहिया गमगा, णवरंओगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेणं पंचधणुसयाई। ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी, सेसंतहेव। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ત્રણ ગમકોમાં રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન ઋદ્ધિ છે. તેમાં વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને સ્થિતિ અનુસાર અનુબંધ પણ છે. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સમાન નવ ગમકનો સંવેધ જાણવો જોઈએ. મધ્યમ ત્રણ ગમકોમાં ઋદ્ધિ, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ઋદ્ધિ અનુસાર જાણવી જોઈએ. શેષ પૂર્વવતુ. અંતિમ ત્રણ ગમકોનું કથન તેના જ પ્રથમ ત્રણ ઔધિક ગમકોની સમાન છે. વિશેષતા એ છે કે શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ પૂર્વવતુ.// ગમક–૧થી ૯ | વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં સંજ્ઞી મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત વિચારણા છે. જેમાં રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યોની વક્તવ્યતા અનુસાર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ(૧,૨,૩,૭,૮,૯) ગમકોની વક્તવ્યતા કહી છે.
તેમાં વિશેષતા એ છે કે રત્નપ્રભાનરકપૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અનેક અંગુલની અને જઘન્ય સ્થિતિ અનેક માસની કહી છે પરંતુ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને સ્થિતિ અંતમુહૂર્તની હોય છે. સંજી મનુષ્યની પૃથ્વીકાયમ ઉત્પત્તિ સંબંધી ત્રઢતિના વીસ દ્વારઃ- (૧) ઉપપાત- સંજ્ઞી મનુષ્યમાંથી નીકળીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા જીવો જઘન્ય અને ઉત્કૃષ્ટ કોઈપણ સ્થિતિને પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ- જઘન્ય ૧,૨,૩ ઉત્કૃષ્ટ સંખ્યાતા (૩) સંઘયણ-૬ (૪) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ ઘનુષ (૫) સંસ્થાન–૬ (૬) વેશ્યા-૬ (૭) દષ્ટિ-૩ (૮) જ્ઞાનાશાન– ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. (૯) યોગ–૩ (૧૦) ઉપયોગ- ૨ (૧૧) સંજ્ઞા૪ (૧૨) કષાય- ૪ (૧૩) ઈન્દ્રિય-૫ (૧૪) સમઘાત૬ (૧૫) વેદના- ૨ (૧૬) વેદ- ૩ (૧૭) આયુષ્ય- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ, (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત, (૧૯) અનુબંધ- આયુષ્ય અનુસાર, (૨૦) કાયસંવેધમાં ભવાદેશ- જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ.