________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૭ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી કથન, પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચના અતિદેશપૂર્વક છે. તેની ઋદ્ધિ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન છે. સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. તે જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેની સ્થિતિ અનુસાર કાયસંવેધ થાય છે. નાણતા :- સંજ્ઞી તિર્યંચ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણા-૧૧ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-૯ થાય છે તે મૂળપાઠમાં સ્પષ્ટ છે.
સંજ્ઞી તિર્યંચ જ્યારે જઘન્ય સ્થિતિએ પૃથ્વીકાયમાં જાય છે ત્યારે તે લબ્ધિ અપર્યાપ્તા હોય છે અને અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. તેથી તેને શુભલેશ્યા, પ્રશસ્ત અધ્યવસાય, સમ્યગુદષ્ટિ કે ત્રણ જ્ઞાન હોતા નથી તેમજ અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય સમુઘાત પણ નથી તેથી તે તે વિષયમાં નાણત્તા થાય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય અને (૨) અનુબંધ. મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ३५ जइ णं भंते ! मणुस्सेहिंतो उववजंति-किं सण्णिमणुस्सेहिंतो उववज्जति, असण्णि- मणुस्सेहिंतो उववज्जति ? गोयमा ! सण्णिमणुस्सेहितो वि उववज्जति, असण्णिमणुस्सेहितो विउववज्जति। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંશી અને અસંશી બંને પ્રકારના મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. સંમૂર્છાિમ મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - ३६ असण्णिमणुस्से णं भंते! जे भविए पुढविक्काएसु उववज्जित्तए से णं भंते! केवइय कालठिईएसुउववज्जेज्जा? गोयमा!जहा असण्णिपचिंदियतिरिक्खजोणियस्स जहण्ण-कालट्ठिईयस्सतिण्णि गमगातहा एयस्सविओहिया तिण्णिगमगाभाणियव्वातहेव णिरवसेसा, सेसा छ ण भण्णंति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી મનુષ્યો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના વિષયમાં ત્રણ ગમક કહ્યા છે, તે જ રીતે અહીં પણ ઔધિક ત્રણ ગમક કહેવા જોઈએ. શેષ છ ગમક કહેવા ન જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સંમૂર્છાિમ મનુષ્યોની પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ સંબંધી કથન અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિના ત્રણ ગમકની સમાન છે. ભવાદેશની અપેક્ષાએ તે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલાદેશની અપેક્ષાએ તેનું કથન નીચે પ્રમાણે છે.