________________
શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨
| ૭૯ |
વિવેચન :
તેઇન્દ્રિયનું પુથ્વીકાયિકમાં ઉત્પત્તિ સંબંધી સંપૂર્ણ કથન બેઇન્દ્રિયની સમાન જ છે. કેવળ તેની અવગાહના, સ્થિતિ અને અનુબંધમાં વિશેષતા છે. જેનું કથન મૂળપાઠથી જ સ્પષ્ટ છે. તેના નવ ગમકના કાલાદેશનું કથન તેની સ્થિતિ અનુસાર થાય છે. નાણતા- બેઇન્દ્રિયની સમાન ૯ નાણત્તા થાય છે. ચૌરેન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ - २७ जइणंभंते !चउरिदिएहितो उववज्जति,पुच्छा? गोयमा !एवं चेव चउरिदियाण वि णव गमगा भाणियव्वा, णवरं- एएसुचेव ठाणेसुणाणत्ता जाणियव्वा । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणंचत्तारिगाउयाई। ठिई जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं य छम्मासा। एवं अणुबंधो वि। चत्तारि इंदियाई, सेसंतंचेव जावणवमगमए कालादेसेणंजहण्णेणंबावीसंवाससहस्साइंछहिं मासेहिं अब्भहियाई, उक्कोसेणं अट्ठासीई वाससहस्साइंचउवीसाएमासेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! જો તે પૃથ્વીકાયિક જીવો, ચૌરેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! આ વિષયમાં પણ બેઇન્દ્રિયની જેમ નવ ગમક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ચોરેન્દ્રિય જીવોના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની હોય છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસની છે, સ્થિતિ અનુસાર અનુબંધ હોય છે. ઇન્દ્રિયો ચાર હોય છે. શેષ પૂર્વવત્ યાવતુ નવમા ગમકમાં કાલાદેશથી જઘન્ય છ માસ અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૨૪ માસ અધિક ૮૮,૦૦૦ વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.// ગમક–૧થી ૯ II વિવેચન :
ચૌરેન્દ્રિયની વક્તવ્યતા પણ બેઇન્દ્રિયની સમાન છે. અવગાહના અને સ્થિતિમાં જે વિશેષતા છે તે મૂળપાઠથી જ સ્પષ્ટ છે. બેઇન્દ્રિયની સમાન નાણત્તા-૯ છે. પંચેન્દ્રિય તિર્યંચોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :२८ जइणं भंते ! पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति-किं सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा ! सण्णिपंचिंदिएहितो वि उववति, असण्णिपंचिंदिएहितो वि उववति। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની પૃથ્વીકાયમ ઉત્પત્તિ :२९ जइणंभंते ! असण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति-किंजलचरेहितो