________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧૨
૭૩
સંબંધી નવ ગમક તેઉકાયની સમાન જાણવા જોઈએ. વિશેષતા એ છે કે વાયુકાયિકનું સંસ્થાન ધ્વજા પતાકાના આકારે છે. સંવેધ– ત્રણ હજાર વર્ષથી કહેવો જોઈએ. ત્રીજા ગમકમાં કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦0 વર્ષ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ છે. આ રીતે ઉપયોગપૂર્વક નવેય ગમકનો સંવેધ જાણવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાયુકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત કથન છે. અર્થાત્ તેની સમસ્ત વક્તવ્યતા તેઉકાયની સમાન છે. તેનું સંસ્થાન ધ્વજાપતાકા સમાન છે અને સમુદ્દાત ચાર હોય છે. વાયુકાયમાં વૈક્રિય લબ્ધિ હોવાથી વૈક્રિય સમુદ્દાત પણ હોય છે. વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦૦૦ વર્ષની છે. તેથી તેનો કાલાદેશ ત્રણ હજાર વર્ષથી થાય છે.
કાલાદેશ(ત્રીજા ગમકમાં) ઃ– જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિથી ચાર ભવના ૧૨ હજાર વર્ષ થાય છે અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિથી ચાર ભવના ૮૮,૦૦૦ વર્ષ થાય છે. બંનેની સાથે ગણના કરતા ૧૨,૦૦૦+૮૮,૦૦૦ = ૧,૦૦,૦૦૦(એક લાખ વર્ષ)નો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. આ રીતે દરેક ગમકમાં કાલાદેશ સમજી લેવો જોઈએ.
નાણત્તા :– વાયુકાય મરીને પૃથ્વીમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ચાર નાણત્તા– (૧) સમુદ્દાત ૩. તેની ઋદ્ધિમાં વૈક્રિય સમુદ્દાત છે પરંતુ જઘન્ય ગમકથી જાય ત્યારે વાયુકાયના જીવો અપર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિય સમુદ્દાત નથી. (૨) આયુષ્ય અંતર્મુહૂર્ત (૩) અધ્યવસાય–અપ્રશસ્ત, (૪) અનુબંધ- આયુષ્ય અનુસાર. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય અને અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે.
વનસ્પતિકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१८ जइ णं भंते ! वणस्सइकाइएहिंतो उववज्जति पुच्छा ? गोयमा ! वणस्सइकाइयाणं आउकाइयगमगसरिसा णव गमगा भाणियव्वा, णवरं - णाणासंठिया । सरीरोगाहणा पढमएसु पच्छिल्लएसु य तिसु गमएसु जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्स, मज्झिल्लएसु तिसु तहेव जहा पुढविकाइयाणं । संवेहो ठिई य जाणियव्वा। तइयगमेकालादेसेणं जहण्णेण बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठावीसुत्तरं वाससयसहस्सं, जाव एवइयं कालं गइरागई करेज्जा । एवं संवेहो उवजुंजिऊण भाणियव्वो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવો વનસ્પતિકાયિક જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! અપ્લાયિકોના ગમકોની સમાન વનસ્પતિકાયના નવ ગમકો જાણવા જોઈએ. વનસ્પતિકાયિકોનું સંસ્થાન અનેક પ્રકારનું હોય છે. તેના શરીરની અવગાહના પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ ગમકમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧,૦૦૦ યોજનની હોય છે. મધ્યમ ત્રણ ગમક(૪-૫-૬)માં અવગાહના પૃથ્વીકાયિકોની સમાન સમજવી જોઈએ. તેનો સંવેધ અને સ્થિતિ ભિન્ન ભિન્ન છે તે જાણી લેવી જોઈએ. તૃતીય ગમકમાં કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦