________________
૭૪ |
શ્રી ભગવતી સૂત્ર-૫
વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૨૮,૦૦૦ વર્ષ; કાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે ઉપયોગપૂર્વક નવ ગમક અને સંવેધ(કાલાદેશ) પણ કહેવો જોઈએ. || ગમક–૧થી ૯ /. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વનસ્પતિકાયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી સંક્ષિપ્ત કથન છે. વનસ્પતિકાયના નવ ગમક અપ્લાય અનુસાર થાય છે. વનસ્પતિકાયમાં પણ તેજોલેશી દેવની ઉત્પત્તિ હોવાથી અપ્લાયની જેમ તેમાં તેજોલેશ્યા હોય છે. તેમાં વિશેષતા આ પ્રકારે છેસંસ્થાન :- વનસ્પતિકાયનું સંસ્થાના વિવિધ પ્રકારનું છે. અવગાહના :- તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાધિક એક હજાર યોજનની છે. પરંતુ જઘન્ય ગમકથી જાય તો તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની જ હોય છે. સ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૧0,000 વર્ષની છે. આયુષ્ય પ્રમાણે અનુબંધ થાય છે. વનસ્પતિકાયનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ)અસંખ્યભવ) (૧) ઔધિક-ઔધિક બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૨) ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૩) ઔઘિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર000 વર્ષ
૧,૨૮,000 વર્ષ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યકાલ અને અસંખ્યકાલ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૧,૨૮,૦૦૦ વર્ષ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ૧૦,000 વર્ષ અને અંતર્મુહૂર્ત ૪૦,000 વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ ૩૨,000 વર્ષ
૧,૨૮,000 વર્ષ વનસ્પતિકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૧૦,000 વર્ષ, પૃથ્વીકાયની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. ૨૨,000 વર્ષ. નાણતા :- વનસ્પતિકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણા- ૭ થાય છે. તેમાં જઘન્ય ગમકમાં પાંચ નાણત્તા થાય છે– (૧) અવગાહના– જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય. (૨) લેશ્યા-૩ (૩) આયુષ્ય- અંતર્મુહૂર્ત (૪) અધ્યવસાય- અપ્રશસ્ત (૫) અનુબંધ- આયુષ્ય અનુસાર હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા થાય છે– (૧) આયુષ્ય- ૧૦,૦૦૦ વર્ષ (૨) અનુબંધઆયુષ્ય અનુસાર હોય છે. બેઈન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :१९ जइ णं भंते! बेइंदिएहिंतो उववज्जति किं पज्जत्त-बेइंदिएहिंतो उववज्जंति, अपज्जत्त- बेइंदिएहिंतो उववज्जति? गोयमा! पज्जत्त-बेइदिएहितो वि उववज्जति,