________________
૭૦]
શ્રી ભગવતી સૂત્ર-૫
चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जावएवइयं कालं गइरागई करेज्जा।
__ सत्तमे गमए कालादेसेणं जहण्णेणं सत्त वाससहस्साई अंतोमुहत्तब्भहियाई, उक्कोसेणं सोलसुत्तरं वाससयसहस्सं जाव एवइयं कालंगइरागई करेज्जा । अट्ठमे गमए कालादेसेणंजहण्णेणंसत्त वाससहस्साइंअंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठावीसं वाससहस्साइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाइं जाव एवइयं कालं गइरागइंकरेज्जा। णवमे गमए भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं एगूणतीसंवाससहस्साई, उक्कोसेणं सोलसुत्तरं वाससयसहस्स जावएवइयकालगइरागइकरेज्जा । एवंणवसुविगमएसुआउक्काइयट्टिई जाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે અપ્લાયિક જીવો મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તે કેટલા કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે પૃથ્વીકાયિકની સમાન અષ્કાયના પણ નવ ગમક જાણવા જોઈએ. વિશેષતા એ છે કે અપ્લાયના શરીરનું સંસ્થાન સ્તિબુક–પાણીના પરપોટાના આકારે છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ છે. આ રીતે ત્રણે ગમકોમાં સ્થિતિ જાણવી જોઈએ. સંવેધ- ત્રીજા, છઠ્ઠા, સાતમા આઠમા અને નવમા ગમકમાં ભવાદેશ– જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. શેષ ચાર ગમકોમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ થાય છે.
કાલાદેશ- ત્રીજા ગમકમાં જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૧૬,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. છઠ્ઠા ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ર૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮000 વર્ષ યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.
સાતમા ગમકમાં જઘન્ય ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આઠમા ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય 9000 વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૨૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. નવમા ગમકમાં ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય ર૯,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૧૬,000 વર્ષ; કાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ રીતે નવ ગમકોમાં અષ્કાયિક જીવોનો કાલાદેશ જાણવો જોઈએ. સંગમક–૧-૯ વિવેચન :કાલાદેશ :- ૧, ૨, ૪, ૫ મા ગમકમાં જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ છે તથા તેમાં જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યકાલ થાય છે. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ :- ઔધિક સ્થિતિવાળા અપ્લાય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેનો કાલાદેશ– જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ર૨000 વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૧૬,૦૦૦ વર્ષ થાય છે.