________________
|
૬૮
|
શ્રી ભગવતી સૂત્ર-૫
પ્રથમ બે ગમક – પૃથ્વીકાયિક જીવો મરીને પહેલા અને બીજા ગમકથી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયમાં અસંખ્યાતા જીવો જ ઉત્પન્ન થાય છે. તે જીવો જઘન્ય બે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ થાય છે. પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તેથી બે ભવ કરે તો બે અંતર્મુહૂર્ત અને અસંખ્યાત ભવ કરે તો તેમાં અસંખ્યાત કાલ વ્યતીત થાય છે. ત્રીજો ગમક ઔવિક-ઉત્કૃષ્ટ - પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ રર000 વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય, ત્યારે જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્યાતા જીવોની જ ઉત્પત્તિ હોય છે પરંતુ જ્યારે તે જીવોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટ સ્થિતિમાં કે પર્યાપ્ત અવસ્થામાં થવાની હોય ત્યારે એકાદ જીવની પણ ઉત્પત્તિ થઈ શકે છે અને ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ જ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિમાં કે પર્યાપ્ત અવસ્થામાં નિરંતર અસંખ્યાતા ભવ થતા નથી; તે પ્રસ્તુત સૂત્રોથી સ્પષ્ટ થાય છે. આ સૂત્રની વ્યાખ્યામાં પણ તે જ વાત સ્પષ્ટ કરી છે. તેથી આ ત્રીજા ગમકમાં ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. તદનુસાર કાલાદેશ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૧,૭૬,૦૦૦ વર્ષ થાય છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિએ જનારા પૃથ્વીકાયના ચાર ભવો અને ગંતવ્યસ્થાન રૂપ પૃથ્વીકાયના ૪ ભવોની ઉત્કૃષ્ટ સ્થિતિની ગણના કરતા- ૨૨,૦૦૦x૮ ભવ= ૧,૭૬,૦૦૦ (એક લાખ છોત્તેર હજાર) વર્ષ થાય છે. ચોથો-પાંચમો ગમક:- તેનું પરિમાણ આદિ પ્રથમ બે ગમકની સમાન છે. પરંતુ પૃથ્વીકાયની જઘન્ય સ્થિતિમાં વેશ્યા ત્રણ હોય છે. પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ચોથી તેજોલેશ્યાનું કથન તેજોલેશી દેવની ઉત્પત્તિની અપેક્ષાએ છે. દેવો મરીને જઘન્ય સ્થિતિવાળા પૃથ્વી આદિમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે જઘન્ય સ્થિતિવાળા પૃથ્વી આદિના જીવો અપર્યાપ્તા જ હોય છે અને દેવો અપર્યાપ્તામાં ઉત્પન્ન થતાં નથી. તેથી અહીં જઘન્ય ગમકમાં તેજો વેશ્યા નથી. જઘન્ય ગમકમાં અધ્યવસાય અપ્રશસ્ત જ હોય છે. તે જીવો ચોથા કે પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ થાય છે. છઠ્ઠો ગમક- જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાય, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો તેની ઋદ્ધિ અને નાણત્તા ચોથા ગમક સમાન છે. ગંતવ્યસ્થાનમાં સ્થિતિ ઉત્કૃષ્ટ હોવાથી તે જીવ જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮,૦૦૦ વર્ષ થાય છે. સાતમો, આઠમો, નવમો ગમક– ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાય મરીને, ઔધિક, જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. તેની ઋદ્ધિ પ્રથમ ગમત અનુસાર જાણવી. સ્થિતિ અને અનુબંધ ઉત્કૃષ્ટ જ હોય છે. ઉત્કૃષ્ટ નમક હોવાથી તે જીવો જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. પૃથ્વીકાયિકનો પૃથ્વીકાયિક સાથે કાલાદેશ :
ગમક | ઉત્કૃષ્ટ ભવ | જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય ભવ) | (૧) ઔધિક–ઔધિક | અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ (૨) ઔઘક–જઘન્ય અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાતકાલ અને અસંખ્યાત કાલ (૩) ઔધિક–ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત અને રર,૦૦૦ વર્ષ ૧,૭૬,000 વર્ષ (૪) જઘન્ય–ઔધિક અસંખ્ય બે અંતર્મુહૂર્ત
અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ