________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
|
૭
|
ભાવાર્થ :- જો જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો તે જ પ્રથમ ગમકની વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે યાવત ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ૮૮,૦૦૦ વર્ષ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક–$ || ११ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, एवं तइयगमगसरिसो णिरवसेसो भाणियव्वो, णवर- अप्पणा से ट्ठिई जहण्णेणं बावीसं वाससहस्साई, उक्कोसेणं वि बावीसंवाससहस्साई। ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિકો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને ઔધિક સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય તો તેનું સંપૂર્ણ વર્ણન ત્રીજા રામકની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેની સ્વયંની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષની હોય છે. આ ગમક-૭ // १२ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं जहा सत्तमगमगो जावभवादेसो । कालादेसेण जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्त-मब्भहियाई, उक्कोसेणं अट्ठासीई वाससहस्साई चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિક મરીને, જઘન્યકાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, આ રીતે અહીં સાતમા ગમકની વક્તવ્યતા યાવત્ ભવાદેશ સુધી જાણવી જોઈએ. કાલની અપેક્ષાએ જઘન્ય બાવીસ હજાર વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ૮૮,૦૦૦ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૮ | |१३ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णे णं बावीसं वाससहस्सट्टिईएसु, उक्कोसेण विबावीसवाससहस्सट्ठिईएस, एसचेव सत्तमगमगवत्तव्वया जाणियव्वा जाव भवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं चोयालीसं वाससहस्साई, उक्कोसेण छावत्तरिवास सहस्सुत्तर सयसहस्स, जावएवइयकालगइरागइ करेज्जा। ભાવાર્થ - જો તે પૃથ્વીકાયિકો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય અને ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અહીં સાતમા ગમકની સંપૂર્ણ વક્તવ્યતા ભવાદેશ સુધી જાણવી જોઈએ. કાલાદેશથી જઘન્ય ૪૪,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૧,૭૬,000 વર્ષ; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૯il. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ વિષયક સ્થિતિ આદિ વીસ કારોથી વિચારણા કરી છે, તે પ્રાયઃ સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તેમાં વીસમા કાયસંવેધ દ્વારની વિચારણા આ પ્રમાણે છે