________________
૪
છ OS
શતક-૨૪ : ઉદ્દેશક-૧૨ પૃથ્વીકાયિક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO YOG
પૃથ્વીકાયમાં જીવોની ઉત્પત્તિ ઃ
१ पुढविक्काइया णं भंते ! कओहिंतो उवज्जंति, किं णेरइएहिंतो उववज्जंति, तिरिक्ख-जोणिय-मणुस्स - देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिय मणुस्स देवेहिंतो वि उववज्र्ज्जति ।
તિર્યંચોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
--
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચો, મનુષ્યો કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે નૈયિકમાંથી આવતા નથી, તિર્યંચ, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
२ जणं भंते! तिरिक्खजोणिएहिंतो उववज्जति, किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, पुच्छा ? गोयमा ! जहा वक्कतीए उववाओ जाव जइ बायर- पुढविक्काइय एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, किं पज्जत्तबायर पुढवि जाव उववज्जति, अपज्जत्त बादरपुढवि जावउववज्जंति ? गोयमा ! पज्जत्तबादरपुढवी वि, अपज्जत्तबादरपुढवी वि उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો પૃથ્વીકાયિક જીવો, તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાન્તિ નામક છઠ્ઠા પદ અનુસાર જાણવું યાવત્ પ્રશ્ન− હે ભગવન્ ! તે બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
વિવેચનઃ
તિર્યંચગતિમાં એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર જીવો, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યંતના પર્યાપ્તા, અપર્યાપ્તા સર્વ જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શકે છે.
પૃથ્વીકાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
३ पुढविक्काइए णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए से णं भंते! केवइय- कालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं