________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨ થી ૧૪
[ ૩]
શતક-ર૪: ઉદ્દેશક-૧ર થી ૧૦ ROR ORળ સંક્ષિપ્ત સાર છROROR
આ પાંચ ઉદ્દેશકમાં પાંચ સ્થાવરની ઉત્પત્તિ વિષયક વિચારણા છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય, આ રીતે ઔદારિકના દસ દંડકના બાર પ્રકારના જીવો અને ૧૦ભવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષી તથા સૌધર્મ, ઈશાન બે દેવલોકના દેવો, તે વૈક્રિયના ૧૪ પ્રકારના જીવો, કુલ ૧૨+૧૩=૨૬ પ્રકારના જીવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિના જીવો મરીને તેઉકાય કે વાયુકાયમાં ઉત્પન્ન થતાં નથી. ઔદારિકના બાર પ્રકારના જીવો મરીને તેઉકાય અને વાયુકાયમાં ઉત્પન્ન થાય છે. પાંચ સ્થાવર જીવોમાં સમયે સમયે અસંખ્યાત કે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે પરંતુ તે જીવો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિના હોય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત કરવાના હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે અને ત્રણ વિકસેન્દ્રિય, અસંશી તિર્યંચ આદિ જીવો તેમજ દેવો પણ પાંચ સ્થાવરમાં ઉત્પન્ન થાય ત્યારે એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે. પાંચ સ્થાવરના જીવો મરીને પાંચ સ્થાવરમાં જાય તેના પપ=૨૫ બોલ થાય છે. તે ૨૫ પ્રકારના જીવોમાંથી વનસ્પતિ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય તેને છોડીને શેષ ૨૪ પ્રકારના જીવો તે જ સ્થાનમાં અસંખ્યાત કાલ પર્યત જન્મ મરણ કર્યા કરે છે. તે જીવો પહેલા, બીજા, ચોથા અને પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ કરે છે. વનસ્પતિ મરીને વનસ્પતિમાં જાય ત્યારે તે જ ચારે ય ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ અનંત ભવ કરે છે અને અનંતકાલ પર્યત તે જ સ્થાનમાં જન્મ-મરણ કરી શકે છે પરંતુ જ્યારે તે ૨૫ પ્રકારના જીવો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિના હોય અથવા ઉત્કૃષ્ટ સ્થિતિ પામવાના હોય ત્યારે અસંખ્યાતા ભવ કરતા નથી. તેથી ૩, ૬, ૭, ૮, ૯ માં ગમકથી જાય ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેનાથી અધિક ભવ કરતા નથી ત્રણ વિકસેન્દ્રિય ૧, ૨, ૪, ૫ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ કરે છે અને ૩, ૬, ૭, ૮, ૯મા ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય મરીને પાંચ સ્થાવરમાં જાય, તો નવ ગમનથી અને સંમૂર્છાિમ મનુષ્યો ત્રણ ગમકથી જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. ૧૪ પ્રકારના દેવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તે દેવો ૯ ગમકથી જઘન્ય ઉત્કૃષ્ટ બે ભવ કરે છે કારણ કે પૃથ્વી, પાણી કે વનસ્પતિ મરીને પુનઃ દેવગતિમાં જતા નથી. તે સર્વ જીવોની સ્થિતિ અને ભવ અનુસાર કાલાદેશ થાય છે.