________________
શ્રી ભગવતી સૂત્ર–૫
उववज्र्ज्जति ?गोयमा !सण्णिमणुस्सेहिंतो उववज्जति, णो असण्णिमणुस्सेहिंतो उववज्र्ज्जति, एवं जहा असुरकुमारेसु उववज्जमाणस्स तहेव जाव
SO
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે નાગકુમારદેવો મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તે સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં મનુષ્યોની સમાન સર્વ વક્તવ્યતા જાણવી જોઈએ યાવત્–
१३ असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए नागकुमारेसु उववज्जित्तए से णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहण्णेणं दसवाससहस्साइं उक्कोसेणं देसूणाइदो पलिओवमाई, एवं जहेव असंखेज्जवासाउयाणं तिरिक्खजोणियाणं णागकुमारेसु आदिल्ला तिण्णि गमगा तहेव इमस्स वि, णवरं - पढमबिइएसु गमएसु सरीरोगाहणा जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई, तइयगमे ओगाहणा जहण्णेणं सूणाई दो गाउयाई, उक्कोसेणं तिण्णिं गाउयाइं । सेसं तं चेव ।
ભાવાર્થ::- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યો મરીને, નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચોના નાગકુમારોમાં ઉત્પન્ન થવા સંબંધી પ્રથમના ત્રણ ગમકોની જેમ અહીં ત્રણ ગમક જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પહેલા અને બીજા ગમકમાં યુગલિક મનુષ્યોના શરીરની અવગાહના જઘન્ય સાધિક પાંચસો ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે, ત્રીજા ગમકમાં અવગાહના જઘન્ય દેશોન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ કથન તિર્યંચ યુગલિક સમાન છે. II ગમક–૧થી ૩ II
१४ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स तिसु वि गमएसु जहा तस्स चेव असुरकुमारेसु उववज्जमाणस्स तहेव णिरवसेसं ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો તેના ત્રણે ગમકોની સંપૂર્ણ વક્તવ્યતા અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં અસંખ્યાત વર્ષાયુષ્ય સંશી મનુષ્યોની સમાન જાણવી જોઈએ. ॥ ગમક–૪થી ૬ ॥ कोसकालट्ठिईओ जाओ, तस्स तिसु वि गमएसु जहा तस्स चेव उक्कोसकालट्ठिईयस्स असुरकुमारेसु उववज्जमाणस्स, णवर - णागकुमारट्ठिइं संवेहं च નાગેન્ગા, ક્ષેમ ત જેવા
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તે ત્રણે ગમકોની વક્તવ્યતા અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસંખ્યાત વર્ષાયુષ્ય સંશી મનુષ્યોની સમાન જાણવી જોઈએ. સ્થિતિ અને સંવેધ નાગકુમારોની સ્થિતિ અનુસાર જાણવો. શેષ પૂર્વવત્ છે. ॥ ગમક–૭થી ૯ ॥ વિવેચનઃ
યુગલિક મનુષ્યો નાગકુમારમાં ઉત્પન્ન થાય તેનું સંપૂર્ણ કથન અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં યુગલિક મનુષ્યોના કથનની સમાન છે. નાગકુમાર દેવની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે