________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
૬૧
|
પલ્યોપમની છે. નાગકુમારમાં ઉત્પન્ન થતાં યુગલિક મનુષ્યોની અવગાહના તેની સ્થિતિ અનુસાર હોય છે. તેથી ભિન્ન-ભિન્ન ગમકમાં ભિન્ન-ભિન્ન અવગાહના હોય છે. તે આ પ્રમાણે છેઅવગાહના :- પ્રથમ બે ગમક- ઔધિક સ્થિતિવાળા મનુષ્ય યુગલિકો, નાગકુમારમાં ઔધિક અથવા જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેની સ્થિતિ જઘન્ય ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય તથા તેની અવગાહના જઘન્ય સાધિક પાંચ સો ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
ત્રીજો ગમક– ઔધિક સ્થિતિવાળા યુગલિક મનુષ્યો નાગકુમારમાં ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તે યુગલિકોની સ્થિતિ પણ જઘન્ય દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. તેથી તેની અવગાહના જઘન્ય દેશોન બે ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
જઘન્ય ગમ-૪,૫,૬- આ ત્રણ ગમકમાં તેની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી હોય અને અવગાહના ૫૦૦ ધનુષ ઝાઝેરી હોય.
ઉત્કૃષ્ટ ગમક-૭,૮,૯- આ ત્રણ ગમકમાં તેની સ્થિતિ ત્રણ પલ્યોપમ અને અવગાહના ત્રણ ગાઉની હોય છે. તેની શેષ ઋદ્ધિ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યુગલિક મનુષ્યની ઋદ્ધિની સમાન હોય છે. સંજ્ઞી મનુષ્યોની નાગકુમારોમાં ઉત્પત્તિ - १६ जइणंभंते ! संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति-किंपज्जत्तसंखेज्जवासाउयेहिंतो उववजंति, अपज्जत्तसंखेज्जवासाउयेहिंतो उववज्जति? गोयमा!पज्जत्त संखेज्जवासाउयेहितो उववज्जति, णो अपज्जसंखेज्जवासउयेहितो उववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે નાગકુમાર દેવ, સંખ્યાત વર્ષાયુષ્ક સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યામવર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. |१७ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेणं भंते !जे भविए णागकुमारेसुउववज्जित्तए सेण भंते! केवइयकालठिईएस उववज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवाससहस्स ट्ठिईएसु, उक्कोसेणं देसूण-दोपलिओवमट्ठिईएसुउववज्जेज्जा, एवं जहेव असुरकुमारेसु उववज्जमाणस्स सच्चेवलद्धी णिरवसेसाणवसुगमएसु, णवरं- णागकुमारट्ठिइंसंवेहंच ઉનાળા I સેવ ભક્ત સેવં મને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યો મરીને નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ!તે જઘન્ય ૧૦,000 વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની વક્તવ્યતાની સમાન સર્વગમકો જાણવા જોઈએ. પરંતુ સ્થિતિ અને સંવેધ નાગકુમારોની સ્થિતિ પ્રમાણે જાણવો જાઈએ. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે!
શતક-ર૪/૩ સંપૂર્ણ