________________
શતક—૨૪ : ઉદ્દેશક–૨
૫૩
તેનો કાલાદેશ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ થાય છે. તેમાં ત્રણ પલ્યોપમ યુગલિક ભવના અને ત્રણ પલ્યોપમ દેવ ભવના છે. તે બંનેને ગણતાં છ પલ્યોપમની સ્થિતિ થાય છે. (૨) ઔધિક-જઘન્ય ઃ– જ્યારે બીજા ગમકથી જાય ત્યારે કાલાદેશ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક છે. દેવભવમાં ૧૦,૦૦૦ વર્ષની જઘન્ય સ્થિતિ પામે ત્યારે આ સ્થિતિ ઘટે છે. પ્રથમ બે ગમકથી જાય ત્યારે તેની અવગાહના જઘન્ય સાધિક ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.
(૩) ઔધિક ઉત્કૃષ્ટ :- યુગલિક મનુષ્ય જ્યારે ત્રીજા ગમકથી જાય ત્યારે યુગલિક મનુષ્ય દેવભવની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. દેવભવમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરનાર યુગલિકની સ્થિતિ પણ ત્રણ પલ્યોપમની જ હોય છે તેથી તેનો કાલાદેશ જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમનો થાય છે. ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા યુગલિક મનુષ્યની અવગાહના ત્રણ ગાઉની હોય છે. તેથી ત્રીજા ગમકથી જાય ત્યારે તેની અવગાહના માત્ર ત્રણ ગાઉંની જ હોય છે.
(૪-૫-૬) જઘન્ય ગમક :– જ્યારે યુગલિક મનુષ્ય ચોથા પાંચમા અને છઠ્ઠા આ ત્રણ જઘન્ય ગમકથી અસુરકુમાર દેવમાં જાય ત્યારે યુગલિક મનુષ્યની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ ઝાઝેરી હોય છે. ત્યારે અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૫૦૦ ધનુષની હોય છે અને તે જીવ ચોથા ગમકથી જાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક કોડપૂર્વ વર્ષ સ્થિતિ પ્રાપ્ત કરે, પાંચમા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે. છઠ્ઠા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક ક્રોડપૂર્વ વર્ષ સ્થિતિ પ્રાપ્ત કરે.
(૭-૮-૯) ઉત્કૃષ્ટ ગમક :– જયારે યુગલિક મનુષ્ય સાતમા, આઠમા કે નવમા, આ ત્રણ ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે મનુષ્ય યુગલિકની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે અને અવગાહના ત્રણ ગાઉની હોય છે અને તે જીવ સાતમા ગમકથી જાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે, આઠમા ગમકથી જાય ત્યારે જઘન્ય-ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિ પ્રાપ્ત કરે અને નવમા ગમકથી જાય ત્યારે જઘન્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
યુગલિક મનુષ્યોમાં દષ્ટિ બે હોય છે– સમ્યક્ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ. તેથી તે જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. શેષ ઋદ્ધિ તિર્યંચ યુગલિકની સમાન છે. તેનો ભવાદેશ અને કાલાદેશ પણ તિર્યંચ યુગલિકની સમાન છે. પરંતુ તેના નાનામાં તફાવત થાય છે. યુગલિક મનુષ્યોનો અસુરકુમાર સાથે કાલાદેશ ઃ
જઘન્ય (બે ભવ)
સા॰ ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સા કોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ છ પલ્યોપમ
જઘન્ય
ગમ્માના યુગલિક અવગાહના નામ ઉત્કૃષ્ટ ૧ | ઔઔ |સા ૫૦૦ ૧૦ | સા॰૩ ગાઉ | ૨ | ઔન્જવ |સા ૫૦૦ધ | સા૩ ગાઉ ૩ | ઔ-ઉ૦ ૩ ગાઉ ૩ ગાઉ
: પલ્યોપમ
૩ પો અને ૧૦,૦૦૦ વર્ષ છ પલ્યોપમ
| ૪ | જઘ સા પ૦ થૈ સાપ૦૦ધ સા ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સાધિક બે ક્રોડપૂર્વ વર્ષ
ઉત્કૃષ્ટ (બી ભાવ)