________________
શ્રી ભગવતી સૂત્ર–૫
उववज्जेज्जा । एवं असंखेज्जवासाउयतिरिक्खजोणियसरिसा आदिल्ला तिणि गमगा
यव्वाणवरं - सरीरोगाहणा पढमबिइएसु गमएसु जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं तिण्णि गाउयाई, सेसं तं चेव । तईयगमे ओगाहणा जहण्णेणं तिण्णि गाउयाइं उक्कोसेणं वि तिण्णि गाउयाइं, सेसं जहेव तिरिक्खजोणियाणं ।
પર
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય મરીને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોની સમાન પ્રથમ ત્રણ ગમકો જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પહેલા અને બીજા ગમકમાં શરીરની અવગાહના જઘન્ય સાતિરેક ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ સર્વ પૂર્વવત્. ત્રીજા ગમકમાં અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ સર્વ કથન તિર્યંચ યુગલિકની સમાન છે. [૧-૨-૩]
२१ सो चेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, तस्स वि जहण्णकालट्ठिईयतिरिक् जोणियसरिसा तिण्णि गमगा भाणियव्वा, णवरं - सरीरोगाहणा तिसु वि गमएसु जहण्णेणं साइरेगाइं पंचधणुसयाई, उक्कोसेणं वि साइरेगाई पंचधणुसयाई । सेसं तं चैव ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો તેના ત્રણે ય ગમક જઘન્ય કાલની સ્થિતિવાળા તિર્યંચ યુગલિકોની જેમ જાણવા જોઈએ. ત્રણે ગમકમાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક ૫૦૦ ધનુષની હોય છે. શેષ સર્વ કથન તિર્યંચ યુગલિકની જેમ જાણવું. [૪-૫-૬] | २२ सो चेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वि ते चेव पच्छिल्लगा तिण्णि गमगा भाणियव्वा, णवरं - सरीरोगाहणा तिसुवि गमएसु जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । सेसं तं चेव ।
ભાવાર્થ :- તે યુગલિક મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તેના અંતિમ ત્રણ ગમક પણ તિર્યંચ યુગલિકોની સમાન જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે ઉત્કૃષ્ટ ત્રણ ગમકમાં શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. શેષ કથન તિર્યંચ યુગલિકની જેમ જાણવું. [૭-૮-૯] વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક મનુષ્યોની અસુરકુમારમાં ઉત્પત્તિ સંબંધી ઋદ્ધિનું નિરૂપણ છે. અવગાહના ઃ– - યુગલિક મનુષ્યોની ઋદ્ધિ પ્રાયઃ યુગલિક તિર્યંચોની સમાન છે પરંતુ અવગાહનામાં વિશેષતા છે છે, યથા– જઘન્ય સાધિક ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે. યુગલિક મનુષ્યોની અવગાહનાનો સંબંધ આયુષ્ય સાથે હોય છે. અર્થાત્ તેની જઘન્ય સ્થિતિમાં જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. આ રીતે ભિન્ન-ભિન્ન ગમકમાં તેની ભિન્ન-ભિન્ન અવગાહના હોય છે. યુગલિક મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નવ ગમ્મા :–
(૧) ઔથિક-ઔધિક ઃ- - યુગલિક મનુષ્યો જ્યારે પ્રથમ ગમકથી અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે