________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
-
૫૧ |
થતી વેશ્યાથી ઉપરની લેશ્યા હોતી નથી અર્થાતુ પા કે શુક્લલેશ્યા હોતી નથી. તાત્પર્ય એ છે કે અંતર્મુહૂર્તની સ્થિતિમાં મરીને દેવગતિમાં ઉત્પન્ન થનારા તિર્યંચને શુભ અધ્યવસાય જ હોય છે. અંતર્મુહૂર્તની સ્થિતિમાં તે જીવો ઉપરની શુભ લેશ્યામાંથી નીચેની લશ્યાને પ્રાપ્ત થતા નથી. તેથી તેમાં ભવનપતિ દેવોને યોગ્ય ચાર લેશ્યા જ હોય છે. તેથી અહીં જઘન્ય ગમકમાં વેશ્યાનો નાણત્તો થાય છે. (૩) દષ્ટિ- મિથ્યાદષ્ટિ (૪) જ્ઞાનાશાન- બે અજ્ઞાન (૫) સમુદ્દઘાત- પ્રથમ ત્રણ (૬) આયુષ્યઅંતર્મુહુર્ત (૭) અધ્યવસાય-જઘન્ય સ્થિતિએ નરકમાં જનારા સંજ્ઞી તિર્યંચને એક અપ્રશસ્ત અધ્યવસાય હોય છે પરંતુ દેવલોકમાં જનારા સંજ્ઞી તિર્યંચને એક પ્રશસ્ત અધ્યવસાય હોય છે. તેની ઋદ્ધિમાં બંને પ્રકારના અધ્યવસાય હોવાથી નાણત્તો થાય છે. (૮) અનુબંધ- આયુષ્ય પ્રમાણે છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણતા-ર- (૧) આયુષ્ય- ક્રોડપૂર્વનું (૨) અનુબંધ – આયુષ્ય પ્રમાણે છે. મનુષ્યોની અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ - १८ जइ णं भंते ! मणुस्सेहिंतो उववति- किं सण्णिमणुस्सेहिंतो उववज्जत्ति, असण्णि मणुस्सेहिंतो उववज्जति ? गोयमा ! सण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो असण्णिमणुस्सेहिंतो उववति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જો તે અસુરકુમારો, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- ગૌતમ! તે સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. १९ जइणं भंते !सण्णिमणुस्सेहितो उववज्जति किं संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति, असंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववति? गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति, असखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમાર દેવો સંજ્ઞી મનુષ્યો આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા, બંને પ્રકારના મનુષ્યો આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન :
અસંશી મનુષ્ય એટલે સંમૂર્છાિમ મનુષ્ય, તે અપર્યાપ્તા જ હોય છે. તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. સંખ્યાત વર્ષના એટલે કર્મભૂમિના મનુષ્યો અને અસંખ્યાત વર્ષના એટલે યુગલિક મનુષ્યો તે બંને પ્રકારના મનુષ્યો દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિક મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :२० असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइवकालट्ठिईएसु उववज्जेज्जा?
गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं तिपलिओवमट्ठिईएसु