________________
-
શ્રી ભગવતી સૂત્ર-૫
છે. તે યુગલિક તિર્યંચોની ઋદ્ધિ આ પ્રમાણે છે, યથા—
(૧) ઉપપાત- યુગલિક તિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. (૨) પરિમાણ– તે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. કારણ કે યુગલિક તિર્યંચો ગર્ભજ મનુષ્યોની જેમ સંખ્યાતા જ હોય છે. (૩) સંઘયણ– તેમાં એક વજૠષભનારાચ સંઘયણ હોય છે. (૪) અવગાહના− ખેચર યુગલિકની અપેક્ષાએ જઘન્ય અનેક ધનુષની અને સ્થળચર હાથી આદિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ- છ ગાઉની છે પરંતુ જ્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને જઘન્ય ગમકથી(ચોઘા,પાંચમા કે છઠ્ઠા ગમકથી) જાય, ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષની જ હોય છે. અર્થાત્ યુગલિક તિર્યંચોને જથન્ય સ્થિતિમાં છ ગાઉની અવગાહના હોતી નથી. (૫) સંસ્થાન– સમચતુરગ્ન સંસ્થાન (૬) હ્યેશ્યા– પ્રથમ ચાર લેશ્યા. (૭) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષીમાં ઉત્પન્ન થનારા યુગલિકો એકાંત મિથ્યાત્વી હોય છે. (૮) શાનાશાન– બે અજ્ઞાન. યુગલિકોને અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન થતું નથી તેથી બે અજ્ઞાન હોય છે. (૯) યોગ– ૩ (૧૦) ઉપયોગ– ૨ (૧૧) સંશા– ૪ (૧૨) કષાય– ૪ (૧૩) ઇન્દ્રિય– ૫ (૧૪) સમુદ્દાત- પ્રથમ ત્રણ સમુદ્દાત હોય. યુગલિકોને વૈક્રિયાદિ લબ્ધિ હોતી નથી. તેથી તેને વૈક્રિયાદિ અન્ય સમુદ્દાત નથી. (૧૫) વેદના– ૨ (૧૬) વેદ– સ્ત્રીવેદ, પુરુષવેદ, તે બે વેદ હોય. યુગલિકોને નપુંસકવેદ નથી. (૧૭) આયુષ્ય- જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષનું છે. તે ત્રીજા આરામાં યુગલિક કાળની પૂર્ણાહૂતિ સમયે હોય છે અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું છે, તે યુગલિક કાલના પ્રારંભમાં સુષમસુષમા કાલમાં અથવા દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલિક નિયંચોની અપેક્ષાએ હોય છે. (૧૮) અધ્યવસાય- પ્રશસ્ત અપ્રશસ્ત બંને પ્રકારના હોય. (૧૯) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય. કાયસંવૈધ-ભવાદેશ ઃ- • યુગલિક મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તેના બે ભવ થાય કારણ કે, અસુર- કુમારદેવ મરીને યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેના અધિક ભવ થતા નથી. કાલાદેશજઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ છે. તેમાં ત્રણ પલ્યોપમ યુગલિક તિર્યંચ ભવના અને ત્રણ પલ્યોપમ અસુરકુમારના ભવ સંબંધી સમજવા.
યુગલિકો માટે નિયમ છે કે તે જીવો પોતાના આયુષ્ય જેટલું જ દેવાયુષ્ય બાંધી શકે છે. દેવભવમાં પોતાના આયુષ્યથી અલ્પસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે પરંતુ અધિક સ્થિતિ ક્યારે ય પ્રાપ્ત કરી શકતા નથી. તેથી અસુરકુમાર દેવોની સ્થિતિ સાધિક એક સાગરોપમની હોવા છતાં યુગલિકો ત્રણ પલ્યોપમથી અધિક
સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી.
હિન્દુ સંવેદં ચ ખાણેત્મ્ય – સ્થિતિ, ભવાદેશ, કાલાદેશ સ્વતઃ જાણવા. ઉપયોગ પૂર્વક જાણી લેવા. ગમક નવ છે તેમાં જે ગમકનું સંક્ષિપ્ત કથન હોય ત્યાં આ પ્રકારના સૂચન રૂપ સંક્ષિપ્ત પાઠ છે. તેમાં શાસ્ત્રકારનો આશય એ છે કે જે ગમક હોય તે અનુસાર, જનાર જીવની ઋદ્ધિમાં તેની સ્થિતિ પ્રથમ તે ગમકમાં કે પ્રજ્ઞાપના સૂત્ર આદિમાં જે કહી હોય તે યાદ કરીને કહેવી જોઈએ; તેમજ જે ગમકનું સંક્ષિપ્ત કચન છે તે અનુસાર બંને સ્થાનોની સ્થિતિ અને ભવોની સંખ્યાને યાદ રાખી જઘન્ય ભવોની સ્થિતિના યોગથી જઘન્ય કાલાદેશ કહેવો અને ઉત્કૃષ્ટ ભવ સંખ્યાની સ્થિતિઓના યોગથી ઉત્કૃષ્ટ કાલાદેશ કહેવો.
આ રીતે જ્યાં-જ્યાં સંક્ષિપ્ત કથન છે ત્યાં-ત્યાં તે-તે જીવોની તે-તે ગમક અનુસાર સ્થિતિ અને ભવાદેશ, કાલાદેશનું કથન ઉપયોગ પૂર્વક સ્મૃતિપૂર્વક સ્વતઃ સમજી લેવું, કથન કરી લેવું જોઈએ.