________________
| ૪૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
વિચારણા છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે તેની ઋદ્ધિ પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની ઋદ્ધિની સમાન જ હોય છે. તે જીવો, દેવ ભવમાં જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણનું સ્પષ્ટીકરણ વ્યાખ્યાકારે આ પ્રમાણે કર્યું છેउक्कोसेणं तु पुव्वकोडी आउयत्तं णिव्वत्तेइ, ण य समुच्छिमो पुव्वकोडीआउयत्ताओ પર Oિ | સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોનું આયુષ્ય પૂર્વકોટિ વર્ષથી અધિક નથી, તેથી તે દેવ ભવનું પૂર્વકોટિ વર્ષનું આયુષ્ય બાંધે છે. પૂર્વકોટિ વર્ષથી અધિક આયુષ્ય બાંધતા નથી– ચૂર્ણિ. પૂર્વકોટિ વર્ષ તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અધ્યવસાય :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જ્યારે જઘન્ય ગમકથી મરીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય, ત્યારે તેના અધ્યવસાય પ્રશસ્ત હોય છે. અપ્રશસ્ત હોતા નથી. તેના નવ ગમક રત્નપ્રભા પૃથ્વીની સમાન છે નાણતા - કુલ પાંચ નાણત્તા થાય છે. જઘન્ય ગમકમાં આયુષ્ય, અધ્યવસાય અને અનુબંધ તે ત્રણ અને ઉત્કૃષ્ટ ગમકમાં આયુષ્ય અને અનુબંધ, તે બે નાણત્તા થાય છે. તે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી તિર્યંચની સમાન છે. સંજ્ઞી તિર્યંચોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :| ४ जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति-किं संखेज्जवासाउयसण्णि पचिदियतिरिक्खजोणिएहितो उववज्जति, असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्ख जोणिएहिंतोउववज्जति? गोयमा !संखेज्जवासाउय जावउववज्जति,असंखेज्जवासाउय जावउववज्जति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો શું સંખ્યમવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંખ્યયવર્ષાયુષ્ક સંશી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંખ્યાત અને અસંખ્યાતવર્ષાયુષ્ક, બંને પ્રકારના તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન :
સંજ્ઞી તિર્યંચના બે ભેદ છે. સંખ્યાત વર્ષાયુષ્ક-કર્મભૂમિના સંજ્ઞી તિર્યંચ અને અસંખ્યાત વર્ષાયુષ્કયુગલિક તિર્યચ, બંને પ્રકારના તિર્યંચો મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થઈ શકે છે. યુગલિક તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિઃ
५ असंखेज्जवासाउय-सण्णि-पंचिंदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं दसवास सहस्सट्टिईएसु, उक्कोसेणं तिपलिओवमट्टिईएसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંખ્યયવર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં