________________
શતક—૨૪ : ઉદ્દેશક-૨
O OS
શતક-ર૪ : ઉદ્દેશક-ર
અસુરકુમાર
૪૩
ROR BOS
અસુરકુમાર દેવોમાં ઉત્પત્તિ ઃ
!
१ रायगिहे जाव एवं वयासी- असुरकुमारा णं भंते ! कओहिंतो उववज्जंति - किं णेरइएहिंतो उववज्जंति, तिरिक्खजोणिय- मणुस्स- देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेरइएहिंतो उववज्जति, तिरिक्खजोणिएहिंतो उववज्जति, मणुस्सेहिंतो उववज्जति, णो देवेहिंतो उववज्र्ज्जति । एवं जहेव णेरइयउद्देसए ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું– હે ભગવન્ ! અસુર કુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી, તિર્યંચોમાંથી, મનુષ્યોમાંથી કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ ! તેનૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. આ રીતે નૈયિક ઉદ્દેશકની સમાન જાણવું. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની અસુરકુમારમાં ઉત્પત્તિ ઃ
२ पज्जत्ता-असण्णिपंचिदिय-तिरिक्खजोणिए णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए से णं भंते ! केवइयकालट्ठिईएस उववज्जेज्जा ? गोयमा ! जहण् सहस्सट्ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે.
३णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा ! रयणप्पभागमगसरिसा णव वि गमा भाणियव्वा, णवरं- जाहे अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे अज्झवसाणा पसत्था, णो अप्पसत्था तिसु वि गमएसु । अवसेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! અહીં રત્નપ્રભા પૃથ્વીના ગમકોની સમાન નવ ગમક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જ્યારે તે સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણે ગમક(૪,૫ અને ૬ ગમ્મા)માં પ્રશસ્ત અધ્યવસાય જ હોય છે, અપ્રશસ્ત અધ્યવસાય હોતા નથી. શેષ સર્વ કથન પૂર્વવત્ છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં અસંશી પંચેન્દ્રિય તિર્યંચો મરીને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય તદ્વિષયક